Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીના કૃત્યથી દરિયાઈ જીવસૃષ્ટિ પર જોખમઃ
ખંભાળિયા તા. ૨૩: બેટ દ્વારકા તથા દ્વારકા જિલ્લમાં દરિયામાં છોડવામાં આવતા પ્રદૂષણયુક્ત પાણી અને પ્લાસ્ટિકના કચરાના પ્રદૂષણ અંગે હાઈકોર્ટમાં ધા નાખવામાં આવતા ચર્ચા જાગી છે.
તાજેતરમાં જુનાગઢના ગીરનાર વિસ્તારમાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે એક જાગૃત વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે પછી તેમના જ દ્વારા બેટ દ્વારકા તથા દ્વારકા વિસ્તારમાં પ્રદૂષણયુક્ત કેમિકલવાળુ પાણી દરિયામાં છોડવા તથા પ્લાસ્ટિકના કચરા પ્રદૂષણ અંગે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવતા ચર્ચા જાગી છે.
અરજદાર એડવોકેટ દ્વારા બેટ તથા દ્વારકામાં પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે તેમજ દરિયામાં છોડાતા કેમિકલયુક્ત પાણીના ફોટોગ્રાફ્સ, આધારો હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે સ્થાનિક સત્તાધિશો તથા સરકારને આદેશ આપવા માંગ કરતા હાઈકોર્ટો દ્વારા બે સપ્તાહ પછી સુનાવણી રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ દ્વારકા તથા બેટમાં રોજ સામાન્ય દિવસોમાં પણ ૧૨થી ૧૫ હજાર વ્યક્તિ મુલાકાત લેતા હોય છે ત્યારે પ્રદૂષણ પ્લાસ્ટિક કચરો, ગંદકીને કારણે તથા દરિયામાં ખાનગી કંપનીઓ દ્વારા ફેંકાતા પ્રદૂષણ અને કેમિકલયુક્ત પાણીથી દરિયાની જીવસૃષ્ટિ પર મોટા જોખમની સ્થિતિ હોય હાઈકોર્ટમાં દાદ માંગતા ભારે ચર્ચા જાગી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial