Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ખીજડા મંદિરેથી જન્માષ્ટમી પર્વે શોભાયાત્રા નીકળશેઃ સંકલ્ન સંમેલન યોજાયું

જન્માષ્ટમી પહેલા જ છોટીકાશી બની કાનામયઃ હાસ્યકલાકાર ધારસી બેરડિયાએ કર્યા મંત્રમુગ્ધ

જામનગર તા. ર૩: ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે, ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું ૧૮ મા વર્ષે આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત ગુરુવારે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું.

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેરભરમાં ૧૭ જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહ્વાન કરતા જુદા જુદા સંસ્થા અને મહાનુભાવોના સહયોગથી ૧પ૦ થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો રિક્ષા અને જાહેર સ્થળોએ સામાજિક અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં આહ્વાન કરતા મોટા બેનર અને હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ૧૦,૦૦૦ થી વધુ બાઈક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટિકર લગાવી કાનામયી વાતાવરણ બનાવવામાં આવ્યું છે, ત્યારે જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારૂરૂપે દિવ્ય અને ભવ્યતાપૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરથી ર૬, ઓગસ્ટ, ર૦ર૪ ના સોમવારે સવારે ૯ કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં રપ જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફ્લોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત ૧૧ થી વધુ સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વ્ગત માટે પણ અદકેરૂ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે જામનગરમાં ગોકુળિયા જેવો માહોલ બનાવવા માટે શ્રી પ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગરમાં રર, સપ્ટેમ્બર, ર૦ર૪ ના રવિવારે સાંજે ૭ વાગ્યે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની આજ્ઞાથી જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઈન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારશી બેરડિયાએ જન્માષ્ટમીના સાર્વજનિક શોભાયાત્રાના આયોજનમાં લાગેલા દરેક સંસ્થાના પ્રતિનિધિઓને બિરદાવ્યા હતાં અને સનાતન ધર્મના ભગવાનના અવતરણના અવસરોને લઈને થઈ રહેલી ઉજવણીમાં પોતે પણ સહભાગી થશે તેવી વાત કરી ઉપસ્થિત સૌ કોઈ અગ્રણીઓને હાસ્યની સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક વાતોથી તરબોળ કરી સૌ કોઈને કૃષ્ણમયી બનવા આહ્વાન કર્યું હતું. આ સંમેલન દરમિયાન શ્રી પ નવગતનપુરી ધામ, ખીજડા મંદિરના શ્રી ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજે સૌ કોઈને આશીર્વાદ પાઠવ્યા હતાં અને શોભાયાત્રા માટે કામે લાગેલા તમામ લોકોને બિરદાવ્યા હતાં. જન્માષ્ટમીની શોભાયાત્રામાં સૌ કોઈ ધર્મ પ્રેમીઓને જોડાવા પણ તેમને આહ્વાન કર્યું હતું અને ખાસ યુ.કે. ધર્મ પ્રવાસે ગયેલા શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ શ્રી કૃષ્ણમણિજી મહારાજ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

છોટીકાશી જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૧૮ મા વર્ષે નીકળનાર સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર તમામ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, રાજકીય અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓનું ખાસ સંમેલન મળ્યું હતું. જેમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરિયા, ભીમશીભાઈ પીઠિયા, ભરતભાઈ ડાંગરિયા, કિશનભાઈ વસરા સહિતના અગ્રણીઓની કોર કમિટી બનાવી વિવિધ આગેવાનોના સહયોગથી અત્યાર સુધીમાં થયેલા આયોજન અંગે વિચાર-વિમર્શ પણ કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રા વધુ ભવ્ય બને તે માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh