Advertisement
Author: નોબત સમાચાર

આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના નોંધાયેલા ગુન્હામાં પતિ, સાસુ, જેઠને સાત વર્ષની કેદ

નવ વર્ષ પહેલાં મકાજી મેઘપરમાં બન્યો હતો બનાવઃ

જામનગર તા. ૨૩: કાલાવડના મકાજી મેઘપરમાં નવ વર્ષ પહેલાં એક પરિણીતાએ પતિ, સાસુ, જેઠના ત્રાસથી કંટાળી જઈને અગ્નિસ્નાન કરી લીધુ હતું. મૃતકના પિતાએ પતિ, સાસુ, જેઠ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણેય આરોપીને સાત સાત વર્ષની કેદ ફટકારી છે.

કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામના જગદીશસિંહ હેમુભા જાડેજા સાથે અમદાવાદ જિલ્લાના ધોળકાના મહેન્દ્રસિંહ ખોડુભા વાઘેલાના પુત્રી પાયલબાના લગ્ન કરવામાં આવ્યા પછી સાત વર્ષના લગ્ન ગાળા પછી પાયલબાએ ગઈ તા.૧૮-૮-૧૫ના દિને અગન પછેડી ઓઢી લીધી હતી.

આ પરિણીતાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેણીના પિતા મહેન્દ્રસિંહે પોતાની પુત્રીને દહેજ બાબતે ત્રાસ આપી આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે તેણીના પતિ જગદીશસિંહ, સાસુ ધરમબા, જેઠ નરેન્દ્રસિંહ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.

તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી ત્રણેય આરોપીને તક્સીરવાન ઠરાવી સાત-સાત વર્ષની કેદની સજા અને રૂ. ૫-પ હજારનો દંડ ફટકાર્યાે છે. ત્રાસ આપવા બદલ પણ ત્રણેય આરોપીને બે-બે વર્ષની કેદની સજા અને રૂ. એક-એક હજારનો દંડ ફરમાવવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh