Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીઓને અપડાઉનમાંથી મુક્તિઃ
ખંભાળિયા તા. રરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઠ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજુર થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છાત્રોને માધ્યમિક શિક્ષણ સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આઠ નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા માંઝા, કલ્યાણપુર તાલુકામાં સરકારી માધ્યમિક શાળા કેનેડી તેમજ દ્વારકા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા શિવરાજપુર, સરકારી માધ્યમિક શાળા હમુસર, સરકારી માધ્યમિક શાળા-પોશીત્રા, સરકારી માધ્યમિક શાળા આરંભડા, સરકારી માધ્યમિક શાળા ધિણકી અને સરકારી માધ્યમિક શાળા (આરએમઅસએ)-ટુપણીમાં શરૂ કરવામાં આવશે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા શાળાઓ શરૂ કરવા માટેની આનુષંગિક વ્યવસ્થા થઈ શકે અને માધ્યમિક વિભાગના ડ્રોપ આઉટ થયેલ વિદ્યાર્થીને તાત્કાલિક પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થાય તે માટે નવી માધ્યમિક શાળાના વ્યવસ્થાપનની કામગીરીના આદેશ કરી આપવામાં આવ્યા છે તથા શાળાને પોતાનું બિલ્ડીંગ ન થાય ત્યાં સુધી સરકારી પ્રાથમિક શાળાઓના મકાનમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ધોરણ ૮ પાસ કરીને ગયેલ વિદ્યાર્થીઓ માધ્યમિકમાં પ્રવેશ મેળવે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી, દેવભૂમિ દ્વારકા દ્વારા જે તે પ્રાથમિક શાળાના આચાર્ય અને એસએમસીના સભ્યોને અપીલ કરવામાં આવી છે.
ઉક્ત માધ્યમિક શાળાઓ શરૂ થતાં શાળાની આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે દૂરની હાઈસ્કૂલોના અપડાઉનમાંથી મુક્તિ મળશે. શાળામાં જો પૂરતી સંખ્યા સતત બે વર્ષ સુધી જળવાય અને ધોરણ ૧૦ નું પરિણામ સારૂ આવશે તો શાળાને પોતાના બિલ્ડીંગની સુવિધા પણ મળશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial