Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાચી માહિતી દેશ સમક્ષ આવે તે જરૂરીઃ સંઘવી
ગાંધીનગર તા. ર૩: ગુજરાતમાં છેલ્લા પંદર દિવસમાં રૂ. ૮પ૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હોવાની માહિતી વિધાનસભા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ આપી હતી.
વિધાનસભામાં સાંજે તાકીદની અગત્યની બાબત પર ચર્ચા દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા ૧પ દિવસમાં રૂપિયા ૮પ૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.
સાચી માહિતી દેશના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. વિપક્ષના સભ્યોને વધુ સમય આપવામાં આવે છે. તમામ લોકોને જવાબ આપવા માગું છું. રાજ્યના હિતમાં પ્રશ્ન છે કે લોકો માટે પ્રશ્ન ઉપસ્થિત કરે છે તેનો જવાબ આપીશ. બેનરો સાથે રાજયની ધરતીને ડ્રગ્સની ધરતી ના બનાવે. આખી ચર્ચાનું પ્રસારણ કરવા માટે મારી વિનંતી છે.
ગૃહમાં ડ્રગ્સ સંદર્ભે ચર્ચામાં અધ્યક્ષે ટકોર કરી હતી. જેમાં ગૃહમાં મુખ્ય સિવાયના મુદ્દાની ચર્ચા ના થાય. ગૃહમંત્રીએ કહ્યું પૂછાયેલા પ્રશ્નો જવાબ રજૂ થાય છે. તેમજ અધ્યક્ષે જણાવ્યું છે કે રાજકીય વિષય પર ન જાવ, ડ્રગ્સ પર જવાબ રજૂ કરો, દુઃખ શેનું છે અમને એ મને ખબર છે. હર્ષ સંઘવીએ કહ્યું કે જાણી જોઈને વિષય ન ચાલે તેવો પ્રયાસ છે.
ડ્રગ્સના આરોપી સાથે ફોટા મુદ્દે ગૃહમાં સ્પષ્ટતા થઈ છે. જેમાંગૃહ મંત્રીએ વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મારી સાથે તેનો કોઈ ફોટો હતો, સાથે ફોટો હોવા છતાં કાર્યવાહી કરી છે. તેની સામે કાર્યવાહી કરી છે. તેનો મને આનંદ છે. જાહેર જીવનમાં ફોટા કોઈની પણ સાથે હોઈ શકે છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ગૃહમાં નિવેદન કર્યુ કે, ડ્રગ્સ સંદર્ભે ચર્ચા કરવી વાત સારી છે. વિધેયક પર ચર્ચા કરવા માટે સમય લંબાવી શકાય છે. લાંબી ચર્ચા કરતા એક દિવસનું સત્ર લંબાવવા રજૂઆત છે. એક દિવસનું સત્ર વધારવાની અમારી રજૂઆત છે. ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ. વિધેયક પર ચર્ચા કરવા માટે એજન્ડાને આધિન સમય લંબાવી શકો છો. પીએમ બાબતે ચર્ચા કરવા સમય વધારવા અમે સહમતી આપી હતી. ૧૧૬ મા લાંબી ચર્ચા કરવા નવી પ્રથા શરૂ થશે. તેમાં એક દિવસનું સત્ર વધારવા અમારી રજૂઆત છે. જેમાં ડ્રગ્સ પર લાંબી ચર્ચા કરવા તૈયાર છીએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial