Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના કેટલાક રસ્તાઓ વન-વે જાહેર

જન્માષ્ટમી પર્વના ધસારાને અનુલક્ષીને

ખંભાળીયા તા. ર૩: દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રસ્તાઓને વન-વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા. ર૭-૮-ર૪ સુધી નીચે જણાવેલ રસ્તાઓને વન વે જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. જે મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી (નો-એન્ટ્રી) ફકત એક્ઝિટ રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ અધિક્ષક દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh