Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૨૩: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે સભાસદને છ મહિનાની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યાે છે. જામનગરની વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપ. સોસાયટીના સભાસદ રાકેશ જગદીશભાઈ નકુમે સોસાયટી પાસેથી લોન મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાકેશ જગદીશભાઈ નકુમને તકસીરવાન ઠરાવી તેને છ મહિનાની કેદની સજા અને રૂ. ૧,૫૫,૭૪૭નો દંડ ફટકાર્યાે છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial