Advertisement
Author: નોબત સમાચાર

આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના આરોપમાં સાસરિયાનો થયો છૂટકારો

સાત વર્ષ પહેલાં નોંધાઈ હતી ફરિયાદઃ

જામનગર તા. ર૩: જામનગરના એક પરિણીતાએ સાત વર્ષ પહેલાં સાસરિયે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેણીના પિતાએ પતિ સહિતના પાંચ સાસરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના નયનાબેન ચંદ્રકાંત ચાવડા નામના મહિલાએ વર્ષ ૨૦૧૭માં પોતાના સાસરે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીના મૃત્યુ પછી પિતા માલશીભાઈ રાજાભાઈ પરમારે તેણીના પતિ ચંદ્રકાંત ચાવડા, સસરા ખીમજીભાઈ ધનજીભાઈ, સાસુ પ્રેમીલાબેન તથા સોનુબેન ચાવડા, વીણાબેન જીવણભાઈ માતંગ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલવા પર આવતા આરોપીના વકીલે સાક્ષીઓની ઉલટ તપાસ કરી હતી. જેના અંતે ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે તેવી દલીલ કરાઈ હતી. અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી તમામ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી પક્ષે વકીલ હેમલ ચોટાઈ, વી.એચ. બક્ષી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh