Advertisement
Author: નોબત સમાચાર

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

તેજસ્વી બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન

જામનગર તા. ર૩: સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી પ્રોત્સાહિત પુરષ્કાર  ૨૦૨૪ તાજેતરમાં  શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ રણજીતનગર, જામનગરમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પહેલા આપણા દેશના શહીદ થયેલ જવાનો અને રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં મૃત્યુ પામેલ તેમજ દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને બ્રહ્માંજલિ નૃત્ય પછી સોસાયટીના ચેરમેન કરશનભાઈ ગંગદાસભાઈ ટીંબડીયાએ મહેમાનોનું શબ્દપુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. તેમજ મેનેજીંગ ડીરેક્ટર રવીન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાએ સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો. સોસાયટીની ગતિમાન પ્રગતિને સભાસદોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.

બાળકોને પ્રોત્સાહિત કરવાના હેતુ થી ૨૧ જુલાઈ ૨૦૨૪ના દિવસે, જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યોના તેજસ્વી બાળકો માટે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં, વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓ અને પ્રવાહમાં સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ બાળકોનું આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં, કનુભાઈ કરકરએ બાળકોને સતત પુરુષાર્થ કરવા માટે અને તેમના સ્વપ્નોને પરિપૂર્ણ કરવા માટેની શીખ આપી હતી.

આ સમારોહમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ કનુભાઈ કરકર, મનસુખભાઈ રાબડીયા (પ્રમુખ કેશવજી અરજણ લેઉવા પટેલ સમાજ), મુકુંદભાઈ સભાયા(ચેરમેન, માર્કેટીંગ યાર્ડ-જામનગર), ડી.એમ.બાવરવા (પૂર્વ ડીરેક્ટર એનઆઈસીએમ-ગાંધીનગર), સંજયભાઈ દતાણી, સરોજબેન જે. વિરાણી, ધીરૂભાઈ ગોંડલિયા, ચંદુભાઈ સંઘાણી, વિમલભાઈ પરમાર, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના ડીરેક્ટરો, સભાસદો, સમાજના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહયા હતા. જેમાં કનુભાઈ કરકરે તથા વિમલભાઈ પરમારે પોતાના વક્તવ્યથી શ્રોતાઓને મોટીવેટ કર્યા હતા.

સોસાયટીના વા.ચેરમેન તુલશીભાઈ વાલજીભાઈ મુંગરાએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગી થનાર મહેમાનો, સભાસદો, કર્મચારીઓ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. આ સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ રમેશભાઈ પણસારાના માર્ગદર્શન હેઠળ સુંદર સંચાલન રાકેશભાઈ ચાંગાણી તથા પ્રતાપભાઈ સોઢા તેમજ અવનીબેન સાવલિયાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh