Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી

અડધા ડીગ્રીના વધારા સાથે

જામનગર તા. ર૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો.

જામનગરમાં ઘણો સમય મેઘાવી માહોલ પગલે સૂર્યદેવતા ભાગ્યે જ નભમાં જોવા મળી રહ્યા હતાં, જેના પગલે તાપમાનમાં વધારો થઈ રહ્યો ન હતો, અને વાતાવરણમાં પણ એકંદરે ઠંડક રહેવા પામી હતી, પરંતુ ગત્ તા. ૧૯-૮-ર૦ર૪ ને સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સૂર્યદેવતા તેમના પૂર્ણ પ્રકાશ સાથે ઉદીત થતા ગરમીમાં વધારો થવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૪.પ ડીગ્રી અને આંશિક વધીને લઘુતમ તાપમાન ર૭.ર ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગરમીમાં પણ વધારો થયો હતો. નગરના નભમાં વાદળોના આંટાફેરા ઓછા થતા એક જ દિવસમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા ઘટીને ૭૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh