Advertisement
Author: નોબત સમાચાર

વેલમાં ધસી આવતા કોંગી ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને ગૃહની બહાર જવાનો આદેશ કરાયો

વિધાનસભામાં પીડિતા અને અગ્નિકાંડની વાત કરતા હોબાળોઃ

ગાંધીનગર તા. ર૩: (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા) જીગ્નેશ મેવાણીએ જસદણની પીડિતા અને અગ્નિકાંડની વાત કરતાં હોબાળો વિધાનસભા ગૃહમાંથી બહાર કાઢી મુકવાનો આદેશ અપાયો છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા અંગે વાત કરતાં હોબાળો થયો હતો અને જીગ્નેશ મેવાણી વેલમાં ધસી આવ્યા હતાં. અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કહ્યું હતું કે તમે બંધારણનું અપમાન કરવાનું બંધ કરો અને કાયદાનું પાલન કરો. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર જતાં રહેવાનો આદેશ કર્યો હતો. જેથી તે ગૃહમાંથી વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતાં.

જીગ્નેશ મેવાણી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હોદ્દેદારોએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી માંગણી કરી હતી કે સીબીઆઈ અથવા નોન-કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને અમારી માંગણી છે કે પીડિતોને ૧ કરોડનું વળતર ચૂકવો. આ પ્રકારની માંગણી મોરબીના પીડિતો, તક્ષશિલા, પીડિતો, અગ્નિકાંડના પીડિતોની છે.

બળાત્કાર-દુષ્કર્મનો ભોગ બનેલી જસદણની દીકરી બાબતે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા આગેવાને મીડિયા સમક્ષ એકથી વધારે વખત સ્ટેટમેન્ટ આપ્યા છે કે તેઓ પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કારનો ભોગ બનેલી બીજી ૬ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, આગેવાનો દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને તેમના ચહીતા અધિકારીઓની મીલીભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ, ભરૂચની એક હોસ્પિટલ, રાજકોટ ટીઆરપી કાંડ, મોરબીકાંડ, હરણીકાંડ, તક્ષશિલા, અગ્નિકાંડ જેવી ઘટનાઓમાં ર૪૦ થી વધુ લોકો હોમાયા છે. આ પીડિતો પોતાની વેદના લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ જોડાયા છે. આજે બધા ગાંધીનગર પહોંચવાના છે. તો શા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ પીડિતોની વાત સાંભળવા તૈયાર નથી, તેવા પ્રહારો તેમણે કર્યા હતાં.

તેમણે કહ્યું કે જો તમે તમારા મનગમતા વિષય પર વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માંગતા હોવ તો મારી માંગણી હતી કે જસદણ પીડિતા સાથે શું બન્યું બીજી ૬ દીકરીઓના બળાત્કારની વાત ભાજપના જ મહિલા નેતા કરી રહ્યા છે અને હરણીકાંડ, તક્ષશિલા કાંડ સહિતના પીડિતોની વ્યથા એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું. શા માટે અધિકારીઓ સીબીઆઈને તપાસ સોંપતા નથી તે મુદ્દે ડીબેટ કરીએ એને પણ લાઈવ કરવી જોઈએ, આવી મારી માંગણી હતી. આ મુદ્દે સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહ્યું છે. અને જેથી હું વોક આઉટ કરીને બહાર આવ્યો છું તેમના આદેશને માન આપું છું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh