Advertisement
Author: નોબત સમાચાર

સુદર્શન સેતુ પરથી ભારે વાહનો-ખાનગી બસ ચલાવવાની મનાઈઃ જાહેરનામું

જન્માષ્ટમીને અનુલક્ષીને ૨૭ ઓગસ્ટ સુધી

ખંભાળીયા તા. ૨૩: સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન તથા ખાનગી બસ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ તા. ૨૭-૦૮-૨૪ સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી શ્રી દ્વારકાધીશ મંદિર બેટ સુધી ભારે વાહન,ટ્રક તથા ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા પોલીસ અધિક્ષક દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા પરવાનગી અપાયેલ વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ આદેશોનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh