Advertisement
Author: નોબત સમાચાર

ભાડાનું મકાન ખાલી કરી આપવાનો નીચેની કોર્ટનો આદેશ અપીલમાં થયો રદ્દ

ભાડૂઆતની તરફેણમાં આવ્યો ચૂકાદોઃ

જામનગર તા. ૨૩: જામનગરના ફાતમાબાઈ મસ્જિદ વિસ્તારમાં આવેલા એક મકાનનો ખાલી કબજો સોંપી આપવા ભાડૂતને અદાલતે હુકમ કર્યાે હતો. તે હુકમ સામે અપીલ કરાઈ હતી. અપીલના અંતે અદાલતે નીચેની અદાલતનો હુકમ રદ્દ કર્યાે છે. જામનગરના ડોસા પંજાના ડેલામાં આવેલી રહેણાંક મકાનની જગ્યા અબ્દુલરહીમ મહંમદઅલીને રૂ. ૩૦ના ભાડાથી આપવામાં આવ્યા પછી વર્ષ ૧૯૮૦થી ૧૯૮૩ સુધીનું ભાડુ ચઢત થયું હોવાનું જણાવી અને મકાનમાં કાયમી સ્વરૂપનું બાંધકામ કરાયું હોવાનું જણાવી વર્ષ ૧૯૮૪માં તે મકાન ખાલી કબજે મેળવવા અદાલતમાં દાવો કરાયો હતો. તે દાવો ચાલી જતાં અદાલતે વર્ષ ૨૦૦૨માં ત્રણ મહિનામાં મકાન સોંપી આપવા ભાડૂતને હુકમ કર્યાે હતો. તે હુકમ સામે ભાડૂતે જિલ્લા અદાલતમાં અપીલ કરતા સ્ટે ફરમાવાયો હતો. તે પછી આ દાવો ચાલી જતાં અદાલતે દાવો લાવનાર વ્યક્તિઓ તે મિલકતના કાયદેસરના માલિક નથી, તેઓએ ભાડાચિઠ્ઠી રજૂ કરી નથી વગેરે દલીલો ગ્રાહ્ય રાખી નીચેની અદાલતનો હુકમ રદ્દ કર્યાે છે. ભાડૂઆત તરફથી વકીલ મહેશ તખ્તાણી, જીતેશ મહેતા, સંજના તખ્તાણી, મૂર્તુઝા મોદી, મનિષા ભાગવત તથા રીના રાઠોડ, પૂજા રાઠોડ, કિંજલ સોજીત્રા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh