Advertisement
Author: નોબત સમાચાર

પીઆઈ તરીકે બઢતી મેળવનાર ૨૩૪ અધિકારીઓની કરવામાં આવી નિમણૂક

જામનગરના બે અધિકારી અન્યત્ર મૂકાયાઃ દ્વારકા જિલ્લાના ત્રણની પણ અન્યત્ર નિમણૂકઃ

જામનગર તા. ૨૩: રાજ્યના બિનહથિયારધારી પોલીસ વિભાગમાં તાજેતરમાં ૨૩૪ ફોજદારને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી હતી. તે પછી ગઈકાલે રાજ્યના મુખ્ય પોલીસવડાએ બઢતી મેળવનાર ઉપરોક્ત તમામ અધિકારીઓને ફરજના સ્થળ ફાળવ્યા છે.

રાજ્યના બિનહથિયાર ધારી પોલીસદળમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુલ પૈકીના ૨૩૪ અધિકારીઓને તાજેતરમાં પીઆઈ તરીકે બઢતી આપતો હુકમ કરવામાં આવ્યો હતો. તે પછી આ અધિકારીઓને નિમણૂક આપતો વિગતવાર હુકમ ન થાય ત્યાં સુધી હાલના ફરજના સ્થળે પીઆઈ તરીકે ફરજ પર હાજર ગણી નિમણૂકની પ્રતિક્ષામાં મૂકવામાં આવ્યા હતા. તે પછી ગઈકાલે તમામ ૨૩૪ અધિકારીને જુદા જુદા પોલીસ મથકો સહિતના સ્થળોએ મૂકતો હુકમ રાજ્યના મુખ્ય પોલીસવડાની કચેરી દ્વારા કરાયો છે.

જામનગરમાં એલસીબીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા આર.કે. કરમટાને પ્રમોશન આપવામાં આવ્યા પછી તેઓને ભરૂચમાં પીઆઈ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. જ્યારે મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.બી. કોડીયાતરને પીઆઈ તરીકે પ્રમોટ કરાયા પછી વડોદરા શહેરમાં નિયુક્તિ મળી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીએસઆઈ વાલીબેન બી. પઠીડીયાને ગિર સોમનાથ જિલ્લામાં મુકવામાં આવ્યા છે. ભાણવડમાં પીએસઆઈની ફરજ બજાવી ચૂકેલા પી.ડી. વંદાને બોટાદ, દ્વારકા એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાને ભુજમાં મુકવામાં આવ્યા છે.

ઉપરોક્ત નિમણૂકો વચ્ચે અમદાવાદ શહેરમાંથી પીએસઆઈ વિનોદ બાબુભાઈ ચૌધરી પીઆઈ તરીકે જામનગર મુકાયા છે, સાબર કાંઠાથી જે.જે. ચાવડા, અમરેલીથી કાનાભાઈ એલ. ગળચર, ખેડાથી આર.એસ. રાજપૂત, આણંદથી એ.એસ. રબારી, વલસાડથી પરાગ ટી. જયસ્વાલ, અમદાવાદથી ઈદ્રીશખાન એ. ધાસુરા, રાજકોટથી અફરોઝબાનુ એ. ખોખર, અમદાવાદી નર્મદા વી. અંબાલીયાને જામનગરમાં મુકવામાં આવ્યા છે.

તે ઉપરાંત સુરત શહેરમાંથી સરોજબેન એમ. સોલંકીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા છે, રાજકોટ ગ્રામ્યમાંથી વિપુલ કે. કોઠીયા, ભરૂચથી વી.એ. રાણા પણ દ્વારકા જિલ્લામાં નિયુક્તિ પામ્યા છે. આ અધિકારીઓને નિમણૂકની જગ્યાએ હાજર થવા ડીજી એન્ડ આઈજી ઓફિસ દ્વારા આદેશ થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh