Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૯ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની ફળશ્રુતિઃ

જામનગર તા. ર૨: જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તાજેતરમાં જિલ્લા કલેકટર કચેરીમાં યોજવામાં આવ્યો હતો.  જેમાં જિલ્લા કલેકટરએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળેલી હતી અને તેમના  પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કર્યું હતું. જમીન માપણી, ચેકડેમ રીપેરીંગ, શૌચાલય નિર્માણ, વિવિધ તાલુકામાં રસ્તા રીપેરીંગ, સફાઈ કામગીરી, જમીન સંપાદન વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૧ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૦૯ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ૦ર પ્રશ્નોનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ તાલુકાના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતાં.

ઉપરાંત કલેકટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી, વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર, બી.એન.ખેર, જામનગર ગ્રામ્ય  પ્રાંત અધિકારી કાલરીયા, જામનગર તાલુકા વિકાસ અધિકારી, જામનગર શહેર મામલતદાર વીરલ માકડીયા, જામનગર મહાનગરપાલિકાના અધિકારીગણ, જે-તે સંબંધિત વિભાગ અને કલેકટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. તેમ અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh