Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કીવમાં સાત કલાક વિતાવવા સ્પેશિયલ ટ્રેનમાં ૨૦ કલાકની કરશે મુસાફરી
નવી દિલ્હી તા. ૨૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વોર ઝોન' યુક્રેનની મુલાકાતનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સમગ્ર વિશ્વની નજર પીએમ મોદીના પ્રવાસ ઉપર આજે સાંજે મોદી પોલેન્ડથી ટ્રેનમાં યુક્રેનના પાટનગર કીવ જશે જ્યાં માત્ર ૭ કલાકનું રોકાણ છે જેના ૨૦ કલાકની ટ્રેનયાત્રા કરશે. આવતીકાલે તેમની ઝેલેન્સ્કી સાથે મુલાકાત પર વિશ્વની નજર મંડાયેલી છે.
વડાપ્રધાન મોદી હાલ પોલેન્ડના પ્રવાસે છે. પોલેન્ડ બાદ હવે પીએમ મોદી ૨૩ ઓગસ્ટે સીધા યુક્રેન જશે. તે પ્લેનથી નહીં પરંતુ ટ્રેન દ્વારા યુક્રેન જશે. વડાપ્રધાન મોદી સ્પેશિયલ ટ્રેન મારફતે પોલેન્ડથી યુક્રેન જશે. આ ટ્રેન કોઈ સામાન્ય ટ્રેન નથી. તે લક્ઝરી સુવિધાઓ અને વિશ્વ કક્ષાની સેવા માટે જાણીતું છે. આ વિશેષ ટ્રેનને ટ્રેન ફોર્સ વન તરીકે ઓળખવામાં આવે છે.
રસપ્રદ વાત એ છે કે યુક્રેનની રાજધાની કીવમાં ૭ કલાક વિતાવવા માટે પીએમ મોદી ૨૦ કલાક ટ્રેન ફોર્સ વનમાં મુસાફરી કરશે. પીએમ મોદી પોલેન્ડથી યુક્રેનનો રાતોરાત પ્રવાસ કરશે. રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેનમાં એરપોર્ટ બંધ છે. યુક્રેનમાં ખતરનાક રસ્તાઓને કારણે હાલમાં ટ્રેનમાં મુસાફરી કરવી સલામત માનવામાં આવે છે.
વડાપ્રધાન મોદી આજે એટલે ૨૨ ઓગસ્ટે ભારતીય સમય મુજબ મોડી સાંજે સ્પેશિયલ ટ્રેન દ્વારા યુક્રેનની રાજધાની કીવ જશે. આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. આ સમય દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચે મહત્ત્વપૂર્વ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થવાની આશા છે.
આ ટ્રેન એક સુંદર, આધુનિક આંતરિક ભાગ ધરાવે છે. જે વ્હીલ્સ પરની હાઈ-એન્ડ હોટેલ જેવું લાગે છે. જો આપણે સુવિધાઓ વિશે વાત કરીએ તો તેમાં મહત્ત્વપૂર્ણ મિટિંગ્સ માટે એક મોટું ટેબલ, એક વૈભવી સોફા અને દીવાલ-માઉન્ટેડ ટીવીનો સમાવેશ થાય છે. ઊંઘ અને આરામની વ્યવસ્થા વિચારપૂર્વક તૈયાર કરવામાં આવી ેછે. આ ઉપરાંત તેના વીઆઈપી મુસાફરોની સુરક્ષા માટે અદ્યતન સુરક્ષા પગલાં સાથે ટ્રેનને મજબૂત બનાવવામાં આવી છે. આર્મર્ડ વિન્ડોઝથી લઈને સુરક્ષિત કોમ્યુનિકેશન સિસ્ટમ્સ સુધી, ટ્રેન ફોર્સ વનને સૌથી પડકારજનક પરિસ્થિતિઓને પણ હેન્ડલ કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ ટ્રેન ફોર્સ વન સર્વેલન્સ સિસ્ટમ, સુરક્ષિત સંચાર નેટવર્ક અને સુરક્ષા કર્મચારીઓની સમર્પિત ટીમથી પણ સજ્જ છે.
વડાપ્રધાન મોદી ૨૩ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લેનાર ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. તેમની આ મુલાકાતની ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે તેનું કારણ એ નથી કે કોઈ ભારતીય પીએમ પહેલીવાર યુક્રેન આવી રહ્યા છે પરંતુ તેમના યુક્રેન આવવાનો હેતુ છે.
મુલાકાતના બીજા દિવસે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. આ પહેલાં તેઓ ત્રણ વખત ઝેલેન્સકીને મળ્યા હતાં. તેના યુક્રેન આવવાના હેતુને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. મીડિયામાં પણ અનેક પ્રકારના સમાચારો ચાલી રહ્યા છે. જો કે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial