Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભામાં હોબાળોઃ કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

સત્રના બીજા દિવસે કર્મચારીઓની ભરતીના મુદ્દે બોલવાનો સમય નહીં આપ્યાનો વિપક્ષનો આક્ષેપઃ રકઝકઃ પ્લેકાર્ડ બતાવ્યાઃ વોક આઉટ

ગાંધીનગર તા. ૨૨: (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): આજે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો થયો હતો અને વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો હતો, તે પછી રકઝક થઈ હતી અને કોંગ્રેસે વોક આઉટ પણ કર્યું હતું અધ્યક્ષે તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતાં.

હાલ ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, તેની વચ્ચે કોંગ્રેસ બે દિવસથી વિરોધ કરી રહી છે. આજે પ્રશ્નોત્તરી કાળ ન હોવાથી કોંગ્રેસે વાંધો ઊઠાવતા હોબાળો થયો હતો. સાથે સાથે ગૌણ સેવા ભરતી, એસબીઆરટી રદ્ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે વિધાનસભા સાર્જટને કાગળો લઈ લેવા અધ્યક્ષે સૂચન કર્યું હતું.

કોંગ્રેસે વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે, તમને બોલવાનો સમય આપવામાં આવશે, પ્રશ્નોત્તરી ૫ૂર્ણ થાય પછી પોઈન્ટ ઓફ ઓર્ડર અપાશે. કોંગ્રેસ નેતા અમિત ચવડાએ ગૃહમાં રજૂઆત કરી કે, અમારા ૧ર પ્રશ્નો હતાં ેએમાંથી એક પ્રશ્ન નથી લીધા. તો અધ્યક્ષે કહ્યું કે તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસે માગ કરી છે. સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે. શિક્ષકોની જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.

કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિરોધ સાથે કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ પણ કર્યું હતું. સંસદીય બબતોના મંત્રી ઋષિકેશ પટેલે દરખાસ્ત મૂકી હતી તેની સામે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ગૃહમાં કહ્યું કે પ્રજાના રૂપિયાથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો સાથે સાથે કોંગ્રેસના પ્રશ્નો પણ દાખલ કરાતા નથી. સરસ્વતી સાધનાની સાયકલોને લઈને પણ ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો.

પૂર્વ અધ્યક્ષ રમણભાઈ વોરા, કોંગ્રેસના શૈલેષ પરમાર, મંત્રી બળવતસિંહ રાજપૂત, સંસદીય કાર્યમંત્રી ઋષિકેશ પટેલ વગેરેએ વિવિધ મુદ્દે પ્રશ્નોત્તરી સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતાં, અને છેલ્લે અધ્યક્ષે રૂલીંગ આપ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh