Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૌદ દરોડામાં અન્ય એકસઠ શખ્સ પણ પકડાયાઃ રૂપિયા ચૌદેક લાખનો મુદ્દામાલઃ
જામનગર તા. ૨૨: જામનગરના મોટી બાણુંગાર, સરમત, સિક્કા, નાઘુના તેમજ લાલપુરના સાજડીયારી, સેવક ભરૂડીયા, મોટી વેરાવળ, જોગવડ, કાલાવડના નિકાવા, ધ્રોલના લૈયારા ગામોમાં ગઈકાલે પોલીસે જુગાર પકડવા પાડેલા તેર દરોડામાં પંદર મહિલા અને ૬૧ શખ્સ ઝડપાયા છે. ચાર નાસી ગયા છે. તમામ સ્થળેથી કુલ રૂપિયા ચૌદેક લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા મોટી બાણુંગાર ગામના વાડી વિસ્તારમાં ગઈ રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે રાત્રે બે વાગ્યે દરોડો પાડ્યો હતો. ત્યાં જાહેરમાં ગંજીપાના કૂટી રહેલા પ્રફુલ્લભાઈ જસમત ભાઈ ભેંસદડીયા, મોહિત રવજીભાઈ ભેંસદડીયા, અંકિત અમરશીભાઈ કાસુંદ્રા, મયંક કાનજીભાઈ ભેંસદડીયા, અભય વિનોદભાઈ ભેંસદડીયા, કાળુ અમરશીભાઈ હિંસુ, શૈલેષભાઈ ચંદુભાઈ વાંસજાળીયા તથા સીપો રમેશભાઈ ભેંસદડીયા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ. ૧૨૧૫૦ રોકડા, એક મોબાઈલ, પાંચ બાઈક મળી કુલ રૂ. ૧, ૩૭,૧૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગર તાલુકાના સરમત ગામ તરફ જતાં રસ્તા પર કેનાલ પાસે ગઈરાત્રે જુગાર રમતા નાથાભાઈ માંડણભાઈ માતંગ, કુમાર રતીલાલ પરમાર, મહેબુબ સતારભાઈ ઓડીયા, વૈશાલીબેન વિજયભાઈ રાઠોડ, અલ્પાબેન ખીરાભાઈ માતંગ, પૂજાબેન રતીલાલ પરમાર, રેખાબા સંજયસિંહ ચૌહાણ, કમુબેન રમેશભાઈ ગોરડીયા નામના આઠ વ્યક્તિ રૂ. ૧૨,૩૮૦ સાથે ઝડપાયા છે.
લાલપુર તાલુકાના સાજડીયારી ગામની પાટડા સીમમાં ગઈરાત્રે ત્રણ વાગ્યે પોલીસે દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા રફીક વલી મામદ નોયડા, તૌફીક અલી મામદ નોયડા નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસને જોઈને ઈકબાલ મુંગરભાઈ નોયડા, સીરાજ હુસેનભાઈ નોયડા, સલીમ સુમારભાઈ સમા, મનસુખભાઈ તાળા નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પટમાંથી રૂ. ૧૦,૨૩૦ રોકડા પોલીસે કબજે કર્યા છે.
જામનગર નજીકના નાઘુના ગામમાં ગઈરાત્રે રોનપોલીસ રમતા આસીફ રાજેશભાઈ દલસાણીયા, રવિ ભૂપતભાઈ સોલંકી, પંકજ તુલસીભાઈ દલસાણીયા, રાજેશ ઝીણાભાઈ દલસાણીયા, તુલસીભાઈ કાનાભાઈ રાઠોડ નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૩૬૨૦ કબજે લીધા છે.
લાલપુરની પ્રગટેશ્વર સોસાયટીમાં જુગાર રમી રહેલા જયદીપ હસમુખભાઈ પાડલીયા, જયેશ હસમુખભાઈ પાડલીયા, સલીમઅલી પ્યારઅલી ખોજા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૧,૭૧૦ રોકડા કબજે લીધા છે.
લાલપુરના મોટી વેરાવળ ગામમાં ગઈરાત્રે તીનપત્તી રમતા નાજાભાઈ દેવાભાઈ ટારીયા, વિપુલ લાલાભાઈ ટારીયા, ઉમેદ નુરૂદ્દીન હેમનાણી, હકાભાઈ બાબાભાઈ ટોયટા, મનિષ મોહનભાઈ કાછડીયા, હરીશ લાખાભાઈ ટોયટા, હેમત નાગદાનભાઈ ચાવડા, ભરત ચુનીલાલ રાયઠઠ્ઠા, સંજય અરશીભાઈ ચોચા નામના નવ શખ્સ ઝડપાઈ ગયા હતા. લાલપુર પોલીસે રૂ. ૫૬,૪૭૦ રોકડા કબજે લીધા છે.
લાલપુર તાલુકાના સેવક ભરૂડીયા ગામની સીમમાં ગઈ રાત્રે રોનપોલીસ રમતા અરજણ જેઠાભાઈ ચાવડા, સંજય બાબુભાઈ તરાવીયા, અલારખા ઓસમાણ ગજણ, ભરત ભગવાનજીભાઈ હરીયા, જેસાભાઈ દેવાતભાઈ વરૂ, ભીખુભાઈ આલાભાઈ ગોજીયા નામના છ શખ્સ રૂ. ૧,૧૦,૦૦૦ રોકડા, જીજે-૧૦-ડીઈ ૩૫૨૨ નંબરની ક્રેટા મોટર, છ મોબાઈલ મળી કુલ રૂ. ૧૧,૩૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે.
જામનગર તાલુકાના સિક્કા સ્થિત મારૂતીનગરમાં ગઈસાંજે તીનપત્તી રમતા નીતાબા શત્રુશલ્યસિંહ જાડેજા, ચંદ્રાબા મહિપતસિંહ જાડેજા, સરોજબેન અમિતભાઈ ઓડીચ, પ્રવીણાબેન ભરતભાઈ ચંદારાણા, ભાવિશાબેન હસમુખભાઈ ભગાડ, રીટાબેન કૈલાસચંદ્ર લાલા, મતીબેન ડાયાભાઈ પટેલ નામના સાત મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૧૧,૭૦૦ કબજે થયા છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામ પાસે ગઈકાલે સાંજે જુગાર રમતા ઈસ્માઈલ અબ્બાસ ખેરાણી, માનસિંગ રઘુભાઈ વાઘેલા, ઈસ્માઈલ હાસમ ખીરા, વલીભાઈ આમદભાઈ બાબવાણી નામના ચાર શખ્સ રૂ. ૨૪૨૦૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા છે.
લાલપુર તાલુકાના જોગવડ પાસે રાણીશીપના કારખાના નજીક ઢાળીયા પાસે ગઈરાત્રે તીનપત્તી રમતા કિશન રઘુભાઈ સોલંકી, જન્ટુભાઈ ભૂપતભાઈ ખાવડીયા, આરતીબેન જન્ટુભાઈ ખાવડીયા, વિજયાબેન ધીરૂભાઈ રાઠોડ, શોભનાબેન કિશનભાઈ સોલંકી નામના પાંચ વ્યક્તિ મેઘપર પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ. ૨૦૪૦ કબજે થયા છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા હિતેશ જીવરાજભાઈ બુસા, આશિષ મનસુખભાઈ બુસા, ગિરીશ રવજીભાઈ મેનપરા, ભૌતિક જમનભાઈ તારપરા, પારસ વિઠ્ઠલભાઈ ઠેસીયા નામના પાંચ શખ્સને રૂ. ૭૨૭૦ સાથે પોલીસે પકડી લીધા છે.
જામનગર તાલુકાના નાઘુના ગામમાં ગઈકાલે રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા માવજી કરમશીભાઈ સવાસરીયા, વિશાલ દામજીભાઈ દલસાણીયા, મહિપત ડાયાભાઈ દલસાણીયા તથા શૈલેષ મેરૂભાઈ દલસાણીયા નામના ચાર શખ્સ રૂ. ૩૦૮૦ સાથે પકડાયા છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં એક વોકળા પાસે ગઈકાલે સાંજે જુગાર રમી રહેલા અશોકસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, યશપાલ સિંહ સહદેવસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ મનોજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ બટુકસિંહ જાડેજા, ડાયાભાઈ ભીખાભાઈ પઢીયાર, પૃથ્વીરાજ સિંહ વિક્રમસિંહ જાડેજા, કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના આઠ શખ્સને પોલીસે રૂ. ૧૨,૭૫૦ સાથે પકડી પાડ્યા છે.
જામનગર તાલુકાના સિક્કામાં દરગાહ પાસે ગઈરાત્રે ગંજીપાના કૂટી રહેલા ભાવેશ મૂળુભાઈ રાઠોડ, વીજભાઈ અમજીભાઈ પરમાર નામના બે શખ્સ રૂ. ૧૯૨૦ સાથે ઝડપાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial