Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બાલા હનુમાન સંકીર્તન મંદિરના સાનિધ્યમાં 'હરેલા યાત્રા'નું સ્વાગત-સન્માન

ભારતના ઉત્તરાખંડની સાંસ્કૃતિક ધરોહરના પ્રતીક એવા હરેલા લોકપર્વ અંતર્ગત ૧૦મી ઓગસ્ટે તૃતીય કેદાર તુંગનાથ મંદિર, રૂદ્રપ્રયાગથી પ્રસ્થાન થયેલ હરેલા યાત્રાનું જામનગરમાં આગમન થતાં બાલા હનુમાન મંદિરના સાનિધ્યમાં યાત્રાના પવિત્ર છોડ અને કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. આયોજક વિશાલ ત્યાગી આંતરરાષ્ટ્રીય હિન્દુ સભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તરાખંડના તૃતીય કેદાર તુંગીનાથ મહાદેવ મઠના પ્રતિનિધિ અને મકુ મઠના મુખ્ય પૂજારી અભિષેક મેકવાણીજીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે પૂજન-સ્વાગત-સન્માન કર્યું હતું. ટ્રસ્ટીઓ કિરીટભાઈ ભદ્રા, પાર્થભાઈ પંડ્યા, લંડનથી પધારેલા પ્રદીપભાઈ ધામેચા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh