Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદમાં ધોધમાર વરસાદઃ ઠંડક પ્રસરી

છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી-બફારો થતા હાલ

અમદાવાદ તા. રરઃ લાંબા વિરામ પછી અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા હતાં. તયારે આજે લાંબા વિરામ પછી મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના સરખેજ, પ્રહ્મદનગર, ઈસ્કોન, બોપલ, ગોતા, એસ.જી. હાઈ-વે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના લીધે એસ.જી. હાઈ-વે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતાં.

ગુજરાતમાં ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી હળવાથી મધ્યમ વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાયક્લોનિક સર્કયુલેશનના કારણે મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ પડશે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિકલાક સુધી રહેશે. આજે (રર ઓગસ્ટ) દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

ર૩ મી ઓગસ્ટના દિવસે રાજ્યના દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના ૩૦ જિલ્લામાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ર૪ મી ઓગસ્ટે નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે રપ મી ઓગસ્ટે મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ર૬ મી ઓગસ્ટે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભરૂચ અને વડોદરા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભરે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ર૭ મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh