Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત-પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
જામનગર તા. રરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોમાં આજે જામસાહેબ દિગ્વિજયસિંહજીના સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ર૧ અને રર ઓગસ્ટે યુરોપના પોલેન્ડ દેશની મુલાકાતે છે. વડાપ્રધાને પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજમાં ગુજરાતના નવાનગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદૃઢ બનાવશે.
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોમાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.
મંત્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના ૬૦૦ જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામસાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતાં.
જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial