Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રર : જામનગર જિલ્લા પંચાયતમાં વાયરમેન કમ ઈન્ચાર્જ ઈલેકટ્રીશ્યન તરીકે ફરજ બજાવતા હરીસિંહ ગોહીલ દ્વારા સ્ટ્રીટ લાઈટોના બીલો બનાવી તેના ઉપર સંબંધિત વિભાગોના અધિકારીઓના બોગસ સહી-સિક્કા કરી મોટી રકમનું કૌભાંડ કર્યાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારપછી જિ.પં.ની કચેરીમાં રાખેલી થોકબંધ (અંદાજે બે હજાર જેટલી) ફાઈલ રાત્રે ગૂમ થયાની ઘટનામાં પણ તેમની સંડોવણી હોવાનું જાહેર થયું હતું. આવા પ્રકરણો પછી તેની સામે જામનગર અને દ્વારકા જિલ્લામાં ત્રણ ફોજદારી ફરીયાદો નોંધાઈ હતી અને સસ્પેન્ડ કરી જામજોધપુર બદલી કરી નાખવામાં આવી હતી.
હવે અચાનક જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના પરિપત્ર, પંચાયતના કાર્યપાલક ઈજનેરના પત્રના આધારે જામજોધપુર માર્ગ-મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા તા. ૧૭-૮-ર૪ થી અસરકર્તા થાય તે રીતે હરીસિંહ ગોહીલને અપરિપકવ નિવૃતિના કારણોસર ફરજમાંથી છુટ્ટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે હુકમમાં તેમની વિરૂદ્ધની પેન્ડીંગ ખાતાકીય તપાસ, ફોજદારી કેસો આ ફરજ મુક્તિ પછી પણ ચાલુ જ રહેશે તેમ જણાવાયું છે. હરીસિંહ ગોહીલને અપરિપકવ નિવૃતિના આદેશથી જિ.પં. ના કર્મચારી વર્તુળોમાં આશ્ચર્ય સાથે ચકચાર ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial