Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને ધ્યાનમાં રાખી જામનગર એસ.ટી. વધુ બસો દોડાવશે

આગામી તા. રપ થી ર૭ ઓગષ્ટ દરમ્યાન

જામનગર તા. રરઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવને ધ્યાને રાખી તા. રપ થી ર૭ ઓગષ્ટ સુધી વધારાની બસ ચલાવવામાં આવનાર છે.

સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી વિશાળ સંખ્યામાં યાત્રિકો (મુસાફરો) જન્માષ્ટમીના તહેવારોમાં દ્વારકા આવતા હોય છે, જેને ધ્યાને લઈને તા. રપ-૮-ર૪ થી તા. ર૭-૮-ર૪ દરમ્યાન મુસાફરોને આવવા-જવા માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવાનુ આયોજન કરવામાં આવ્યું છે.

તા. રપ-૮-ર૪ થી ર૭-૮-ર૪ સુધી ડેપોથી મુસાફરોને એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે તેમજ એક ગ્રુપના પ૧થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી. નિગમ દ્વારા આપવામાં આવશે. જેથી દ્વારકાના જન્માષ્ટમી મહોત્સવ દરમ્યાન મુસાફરો એસ.ટી. બસોનો વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

જે વધારાના રૂટ ઉપર બસ દોડાવવામાં આવનાર છે. તેમાં દ્વારકાથી હર્ષદ (ભાડુ રૂ.  ૧ર૦), દ્વારકા-જામનગર (૧૮૪), દ્વારકા-રાજકોટ (રૂ.  ર૪૯), દ્વારકા-પોરબંદર (૧પ૬), દ્વારકા-સોમનાથ (રૂ.  ર૬૧), દ્વારકા-જુનાગઢ (રૂ.  રર૭)નો સમાવેશ થાય છે. તેમ વિભાગીય નિયામક, એસ.ટી. જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh