Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી રાજકીય હલચલ શરૂ
શ્રીનગર તા. રરઃ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડશે, તે પ્રકારનો સંકેત રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસ દરમિયાન આપ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત પછી રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધી ગુરુવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે, જ્યારે અમને ખબર પડી કે ચૂંટણી યોજાવાની છે, અમે અહીં સૌથી પહેલા આવ્યા. તેમણે કહ્યું કે અમે લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ કે તમે અમારા માટે પહેલા છો, રાજ્ય છીનવી લેવામાં આવ્યું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું છે. જમ્મુના લોકો જે ડર સાથે જીવે છે તેને અમે ખતમ કરવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું, હું જમ્મુ-કાશ્મીરના લોકોને પ્રેમ કરૂ છું. આ સંબંધ ઘણો જુનો છે. આ હૃદયનો સંબંધ છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાં નિર્ભયતાથી કામ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન થશે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોની અવગણના ન કરવી જોઈએ. રાષ્ટ્રીય કક્ષાએ જમ્મુ-કાશ્મીરના પ્રતિનિધિત્વની જરૂર છે. અત્યારે જમ્મુ-કાશ્મીરના લોકો ડરેલા છે.
રાહેલ ગાંધીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અમે ગઠબંધન કરશું. અમારા ગઠબંધને ભાજપનું મનોબળ તોડ્યું છે. હું આખા દેશમાં લોકશાહીની રક્ષા કરૂ છું, પરંતુ મારૂ લક્ષ્ય જમ્મુ-કાશ્મીરના લોકોના દિલની પીડાને ભૂંસી નાખવાનું છે. કોંગ્રેસ પાર્ટી તમને જે પણ સહન કરવાનું છે, તમે જે ડરમાં રહો છો, તમે જે દુઃખ અનુભવો છો તેને સમાપ્ત કરીને નફરતને પ્રેમથી હરાવીશું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial