Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કર્મચારીએ પણ નોંધાવી વળતી ફરિયાદઃ
જામનગર તા.રર : ખંભાળિયામાં સપ્તાહ પહેલાં ખાનગી ફાયનાન્સ પેઢીનો કર્મચારી એક સ્કૂટરના બાકી હપ્તા માટે એક આસામીના ઘેર ગયો ત્યારે તેણે ઘરમાં ઘૂસી આ આસામીના પિતરાઈને ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. તેની સામે ફાયનાન્સ પેઢીના કર્મચારીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે.
ખંભાળિયાના ગોવિંદ તળાવ પાસે વસવાટ કરતા ચેતનભાઈ વિરજીભાઈ બથવાર ગઈ તા.૧૩ની બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેમના ભાઈએ ખરીદેલા એક્સેસ સ્કૂટરના બાકી હપ્તાની વસૂલાત માટે શ્રીરામ ફાયનાન્સ કંપનીનો કર્મચારી પરબત ચાવડા આવી ચઢ્યો હતો.
આ શખ્સને ઘરમાં આવવા માટે ના પાડવા છતાં પરબત ધરાર ઘરમાં ઘૂસી ગયો હતો. તેણે ગાળો ભાંડી ચેતનભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા ઉપરાંત જીજે-૩૭-એન ૭૦૦૯ નંબરનું સ્કૂટર પડાવી લીધુ હતુ અને સ્કૂટર લેવા આવશો તો માર પડશે તેવી ધમકી આપી હતી. આ બાબતની ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
આ ફરિયાદની સામે પરબત મૂળુભાઈ ચાવડાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના જણાવ્યા મુજબ ચેતનના પિતરાઈ પ્રતિકના સ્કૂટરનો હપ્તો બાકી હોવાથી તેઓ સ્કૂટર સીઝ કરવા ગયા ત્યારે ચેતન બથવારે ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial