Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદની ફટકારાઈ સજા

ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ

જામનગર તા. ૨૨: જામનગરના એક આસામીને રૂ. ૩ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં રહેતા જયદીપ રાજેશભાઈ શેઠીયા નામના ભાનુશાળી યુવાન પાસેથી શ્રેણિક વલ્લભભાઈ ડોબરીયાએ રૂ. ૩ લાખ ધંધાની જરૂરિયાત માટે હાથઉછીના મેળવ્યા હતા. તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.

તે ચેક જયદીપભાઈએ બેંકમાં જમા કરાવતા ચેક પરત ફર્યાે હતો. તે અંગે શ્રેણિક ડોબરીયાને નોટીસ પાઠવાઈ હતી. તેમ છતાં ચેક મુજબના નાણા પરત ન કરાતા નેગો. ઈન્સ્ટ્રુ. એક્ટની કલમ-૧૩૮ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં આરોપી શ્રેણિક વલ્લભભાઈ ડોબરીયાને તક્સીરવાન ઠરાવી અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો છ મહિનાની કેદની વધુ સજાનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફે વકીલ મનિષ કે. વશીયર, પંકજ એમ. અભંગી રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh