Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માત્ર પંદર જ દિવસમાં કરાયો નિર્ણયઃ
જામનગર તા. ૨૨: જામનગરના મસીતિયા ગામમાં આવેલી ખેતીની જમીન અંગે એક મહિલાએ તેમાં પોતાનો ભાગ હોવાનું જણાવી તેના વેચાણ સામે મનાઈહુકમની માગણી કરી હતી. અદાલતે તે માગણી રદ્દ કરી છે.
જામનગર તાલુકાના મસીતિયા ગામની સર્વે નંં.૫૧માં આવેલી કરોડો રૂપિયાની ખેતીની જમીન વલી મામદ કાસમના નામે હતી. તે જમીન અંગે જેનાબેન કાસમ ખફીએ સિવિલ કોર્ટમાં દાવો કરી મિલકતના વેચાણ વગેરે સામે સ્ટેની માગણી કરી હતી. આ મહિલાએ તે જમીનમાં પોતાનો ભાગ થતો હોવાનું જણાવી કોર્ટમાં વલીમામદ તેમજ અબ્બાસ કાસમ, પૂંજા કાસમ, હાજરાબેન, અમીનાબેન, શકીનાબેન સામે કૌટુંબિક સમજૂતીના આધારે થયેલી મિલકતની વ્હેંચણી તદ્દન ખોટી રીતે કરાઈ હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
તે દાવા અંતર્ગત વલીમામદ કાસમ તરફથી રોકાયેલા વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે માત્ર પંદરેક દિવસમાં જ જેનાબેન કાસમની મનાઈ હુકમની માગણી કરતી અરજી રદ્દ કરી છે. પ્રતિવાદી તરફથી વકીલ મહેશ તખ્તાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial