Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ કંપનીમાં રિવર્સમાં આવતા બોલેરો હેઠળ યુવાન ચગદાતા સારવારમાં

બોલેરોચાલક સામે પોલીસમાં ફરિયાદઃ

જામનગર તા. ૨૨: જામનગર નજીક રિલાયન્સ કંપનીમાં સપ્તાહ પહેલાં એક ડ્રાઈવરે અચાનક જ પોતાનું બોલેરો વાહન રિવર્સમાં લેતાં તેની નીચે એક યુવાન ચગદાયા છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ સ્થિત રિલાયન્સ કંપનીની બી બિલ્ડીંગ તથા સી બિલ્ડીંગ વચ્ચેથી ગઈ તા.૧૪ની સવારે જીજે-૧૦-ટીએક્સ ૮૪૫૧ નંબરની બોલેરો પુરપાટ ઝડપે નીકળી હતી. તેના ચાલક ચમનગીરી ગોસાઈએ બેફિકરાઈથી ડ્રાઈવીંગ કરી અચાનક જ બોલેરો રિવર્સમાં લેતા પાછળ ઉભેલા જયેશભાઈ ચંંદ્રકાંતભાઈ કારીયા તેની હડફેટે ચડી ગયા હતા. પડી ગયેલા જયેશભાઈના હાથ-પગ પરથી બોલેરોનું વ્હીલ ફરી વળ્યંંું હતું. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા છે. રિલાયન્સ ટાઉનશીપના સેક્ટર નં.૨૬ની બિલ્ડીંગ ૧૮-જીમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગાપર ગામના વતની દિવ્યેશભાઈ બાબુભાઈ રાખોલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh