Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના મોરીદડને મળશે અનેક સવલતોઃ કોમ્યુનિટી હોલ, સ્નાન ઘાટ સહિત કામોને મંજુરી

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત

જામનગર તા. રરઃ કલેકટર કચેરીના સભાખંડમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ભારત સરકાર દ્વારા આદર્શ ગ્રામ તરીકે જાહેર થયેલ કાલાવડ તાલુકાના મોરીદડ ગામની સુખાકારીમાં વધારો કરતી અનેક સુવિધાઓને મંજુરી આપવામાં આવી હતી.

બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક રૂપારેલીયાએ અનુસરણ સમિતિના માધ્યમથી મોરીદડ ગામના વિકાસ કામોની દરખાસ્ત કલેકટર સમક્ષ રજૂ કરી હતી જેમાં અંદાજિત રૂપિયા ૧૦.પ૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું બાંધકામ, રૂ.  ર.પ૦ લાખના ખર્ચે પાણીના ટાંકા પાસે સ્નાન ઘાટ બનાવવાનું કામ, રૂ.  પાંચ લાખના ખર્ચે સ્મશાનમાં છાપરી તથા રૂ.  બે લાખના ખર્ચે સ્મશાનની કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગ્રામજનોની માંગણી મુજબના આ કામોને મંજુરી મળતા લોકોની સુવિધાઓમાં પણ ખૂબ વધારો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh