Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક સાથે ૧૪ જિલ્લામાં દરોડા પાડ્યા હતાં
રાંચી તા. રરઃ ઝારખંડમાં એટીએસએ ૧૪ સ્થળોએ દરોડા પાડીને હથિયાર સાથે ૭ આતંકીની ધરપકડ કરી છે. આ આતંકવાદીઓ એક્યુઆઈએસ સાથે સંકળાયેલાની વિગતો સાંપડી છે.
એટીએસએ ઝારખંડમાં ૧૪ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. જેમાં એક્યુઆઈએસ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ૭ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરોડામાં લોહરદગા જિલ્લાના હેંઝાલા કૌવાખાપમાંથી એક આતંકવાદીને ર હથિયારો સાથે ઝડપ્યો છે. જેની પુષ્ટિ સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (એસડીપીઓ) શ્રદ્ધા કેરકેટાએ કરી છે.
લોહરદગાના હેન્ઝાલા કૌવાખાપમાંથી પકડાયેલો આ આતંકવાદી અલ કાયદા સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. એટીએસની ટીમે તેની બે હથિયાર સાથે ધરપકડ કરી છે. ધરપકડની પુષ્ટિ કરતા, એસડીપીઓ શ્રદ્ધા કેરકેટાએ કહ્યું કે આ મામલો હાલમાં તપાસ હેઠળ છે અને વધુ માહિતી શેર કરી શકાતી નથી. પોલીસ પણ પોતાના સ્તરે આ મામલે તપાસ કરી રહી છે.
એટીએસની આ વ્યાપક કાર્યવાહી હેઠળ ઝારખંડના વિવિધ જિલ્લાઓમાં ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. આ સમયગાળા દરમિયાન, હજારીબાગમાં પેલાવલ સહિત અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હતાં, જેમાં કુલ સાત આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આતંકવાદીઓ અલકાયદા ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
આ કાર્યવાહી બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. એટીએસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી રાજ્યભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ ચાલી રહી છે અનેે પોલીસ અને એટીએસની ટીમો આ કેસની ઝીણવટભરી તપાસમાં લાગેલી છે. આ ઘટનાએ ઝારખંડમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યકત કરી છે અને સુરક્ષા દળોએ રાજ્યમાં અલ કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોની ગતિવિધિઓ તરફ ધ્યાન દોર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial