Advertisement
Author: નોબત સમાચાર

કોલકતા દુષ્કર્મ હત્યા કેસમાં સુપ્રિમ કોર્ટની પ. બંગાળ સરકારને ફટકાર

હોસ્પિટલમાં તોડફોડ કરી પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ થયોઃ કમિસીન પણ બદલાવામાં આવ્યોઃ સીબીઆઈ

નવી દિલ્હી  તા.  રરઃ કોલકાતા હત્યા-દુષ્કર્મકાંડની તપાસ કરતી સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં પુરાવાઓના નાશની કેવિયત રજૂ કરી, તો બચાવ પક્ષના વકીલોએ દલીલો કરી છે, ત્યારે પ. બંગાળની પોલીસને સુપ્રિમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રિમ કોર્ટમાં આજે વિસ્તૃત સુનાવણી હાથ ધરાઈ છે.

કોલકાતા રેપ-મર્ડર કેસમાં સુપ્રિમ કોર્ટમાં વિસ્તૃત સુનાવણી ચાલી રહી છે, અને બચાવ પક્ષના વકીલો દલીલો કરી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે પ. બંગાળ પોલીસની કાર્યવાહી યોગ્ય નથી, તેમ જણાવી ફટકાર લગાવી છે, અને અનેક મુદ્દે આકરા સવાલો ઊઠાવ્યા છે.

કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં દાવો કર્યો છે કે ઘટના સ્થળને નુક્સાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની આ દલીલનો પશ્ચિમ બંટાળ સરકારના વકીલે વિરોધ કર્યો હતો, જ્યારે કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે, મેડિકલ તપાસ રિપોર્ટ ક્યાં છે તો સીબીઆઈએ કહ્યું કે અમારી સમસ્યા એ છે કે અમને આ ઘટનાના પ દિવસ પછી તપાસ મળી.

સીજેઆઈએ પૂછ્યું કે આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે, તેના પર સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે અમને આ આપવામાં આવ્યું નથી. તેના પર બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે. એસજીએ કહ્યું કે અમે પાંચમા દિવસે ક્રાઈમ સીનમાં પ્રવેશ્યા છીએ અને સીબીઆઈ તપાસ શરૂ કરવી એક પડકાર છે અને ક્રાઈમ બદલવામાં આવ્યો છે. સિબ્બલે કહ્યું કે આ જપ્તીનો મેમો છે. બિનજરૂરી આક્ષેપો ન કરો.

એસજીએ કહ્યું કે અગ્નિસંસ્કાર પછી ૧૧-૪પ વાગ્યે પ્રથમ એફઆઈઆર દાખલ કરવામાં આવી, પછી તેઓએ માતા-પિતાને કહ્યું કે, તે આત્મહત્યા છે. પછી મૃત્યુ અને પછી હોસ્પિટલમાં ડોક્ટરના મિત્રોએ વીડિયોગ્રાફીનો આગ્રહ કર્યો અને આ રીતે તેમને પણ શંકા છે કે કંઈક ખોટું થયું છે. આ અંગે સુપ્રિમ કોર્ટે પણ પૂછ્યું કે પોસ્ટમોર્ટમ પછી એફઆઈઆર નોંધાય, તે આશ્ચર્યજનક છે.

કોલકાતા કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ તુષાર મહેતાએ કહ્યું કે ડોકટર ૩૬-૩૬ કલાક કામ કરી રહ્યા છે. કોર્ટ તરફથી સુરક્ષાની ખાતરી મળશે તો ડોકટરો સંતુષ્ટ થશે. તેમને તેમના વિચારો વ્યકત કરવાની તાક આપવી જોઈએ. તેના પર સીજેઆઈ ચંદ્રચુડે કહ્યું કે ૩૬ થી ૪૮ કલાક સુધી ડોકટરોની ડ્યુટી યોગ્ય નથી. આપણે જાણીએ છીએ કે ડોકટરો દરરોજ ૩૬ કલાક કામ કરે છે. મારા પરિવારનો એક સભ્ય બીમાર હતો ત્યારે હું પોતેે સરકારી હોસ્પિટલમાં જમીન પર સૂઈ ગયો હતો. અમને ઘણા ઈમેલ મળ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરો પર ઘણું દબાણ છે. સીજેઆઈએ કહ્યું કે જો અમે તમારા હિતધારકો પાસેથી પ્રતિનિધિત્વ મેળવવાનું શરૂ કરીશું તો મામલાને યોગ્ય રીતે હેન્ડલ કરવું શકય નહીં બને. પહેલા કમિટીને નક્કી કરવા દો. કમિટીએ સુનિશ્ચિત કરશે કે ડોકટરો અને ઈન્ટર્નની ચિંતાઓને દૂર કરવામાં આવે.

ડોકટર્સની હડતાલ મુદ્દે સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી છે કે ડોકટર્સ કામ પર પરત ફરે, જો ડોકટર કામ પર ન ગયા તો કાયદો તેનું કામ કરશે. વધુમાં જણાવ્યું કે અમે એકસપર્ટ કમિટી બનાવી છે. તો તુષાર મહેતાએ કહ્યું કે ડોકટર્સની પણ વાત સાંભળવામાં આવે. સીજેઆઈએ વધુમાં જણાવ્યું કે હું પણ સરકારી હોસ્પિટલની જમીન પર સૂઈ ચૂક્યો છું. હું  જાણું છું કે ડોકટર્સ ૩૬ કલાક કામ કરી રહ્યા છે.

કોલકાતા કેસમાં કેન્દ્ર સરકાર વતી પાંચ વકીલો કોર્ટમાં છે. જેમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા, એડવોકેટ માધવ સિંધલ, એડવોકેટ અર્કજ કુમાર, એડવોકેટ સ્વાતિ ઘિલડિયાલ અને એમકે મારોરિયાનો સમાવેશ થાય છે, જ્યારે આ કેસમાં બંગળા સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે ર૧ વકીલોની એક ટીમ છે. આ ટીમમાં સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ, મેનકા ગુરૂસ્વામી, સંજ્ય બસુ, આસ્થા શર્મા સહિતના વરિષ્ઠ વકીલો દલીલ કરી રહ્યાં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh