Advertisement
Author: નોબત સમાચાર

આઠેક દિવસથી બીમાર રહેતા યુવકે બેચેન બની ખાઈ લીધો ગળાફાંસો

પાણાખાણમાં પરપ્રાંતિય યુવાનની આત્મહત્યાઃ

જામનગર તા. ૨૨: જામનગરના નાગરપરાની શેરી નં.રમાં રહેતા એક યુવાને અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. તેમના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું છે. પાણાખાણમાં એક પરપ્રાંતિય યુવકે અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો છે.

જામનગરના નાગર૫રાની શેરી નં.રમાં ભાડાના એક મકાનમાં વસવાટ કરતા જાદવજીભાઈ અમૃતલાલ પંચમતીયા નામના લોહાણા પ્રૌઢના ત્રેવીસ વર્ષના પુત્ર ઉમંગભાઈ પંચમતીયાએ સોમવારે સવારે પોતાના ઘરમાં બારીમાં પટા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાધો હતો.

આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પિતા જાદવજી ભાઈએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ આઠેક દિવસથી તેમના પુત્ર બીમાર હતા અને બેચેન રહેતા હતા. તે હાલતમાં ઉમંગભાઈએ ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણની શેરી નં.રમાં સોમાભાઈ અસ્વાર નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશ ના હરદોઈ જિલ્લાના સમુખા ગામના વતની શ્રીકૃષ્ણ સાધુભાઈ કુશવાહ (ઉ.વ.૪૬) નામના યુવાને ગઈકાલે સવારે પોતાના રહેણાંકના ઓરડામાં પંખાના હુંકમાં ચુંદડી વડે કોઈ અકળ કારણથી ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ થયું છે. તેમના પત્ની બસંતીદેવી કુશવાહે પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનની આત્મ હત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh