Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, કાલાવડ તથા દલતુંગીમાંથી વર્લીબાજ ઝબ્બે

રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી મળીઃ

જામનગર તા. ૨૨: જામનગરના ગોકુલનગર પાસે ગઈકાલે વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. જ્યારે કાલાવડ તથા દલતુંગી ગામમાંથી પણ બે વર્લીબાજ ઝડપાયા છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા મારૂતી નગરની શેરી નંં.૧ના છેવાડે ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા કરશનભાઈ સીદાભાઈ ડાભી નામના શખ્સને સિટી સી ડિવિ. સ્ટાફે પકડી પાડ્યો છે. રૂ. ૧૦૨૧૦ રોકડા અને વર્લી આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરવામાં આવી છે.

કાલાવડમાં ચમનટેકરી પાસે ગઈરાત્રે વર્લીના આંકડા લખતા ઈમરાન ઈકબાલ બાનાણી ઉર્ફે રાહુલ નામના શખ્સને પોલીસે પકડી લઈ ગુન્હો નોંધ્યો છે.

લાલપુર તાલુકાના દલતુંગી ગામમાંથી વર્લીનું બેટીંગ લેતા કાળુભાઈ ટપુભાઈ દેથલીયા નામના શખ્સને પોલીસે પકડી લઈ રૂ. ૪૧ર૦ રોકડા, ચિઠ્ઠી કબજે કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh