Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઓપીડી શરૃઃ દર્દીઓને રાહત

ગુજરાતમાં તબીબોની હડતાલ ખત્મ થતા

કોલકાતાના મહિલા તબીબ સાથે બનેલ બનાવ પછી તબીબોએ હડતાલ શરૂ કરી હતી આખરે ખાત્રી મળતા હડતાલ પાછી ખેંચાઈ છે અને આજથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઓપીડી કાર્ય રાબેતા મુજબ શરૂ થયું છે. કોલકાતામાં મહિલા તબીબ સામે હોસ્પિટલમાં જ સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યા પછી તેની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવનો દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને જુનિયર, રેસીડેન્ટ તબીબો દ્વારા ગત તા. ૧૬ અને શુક્રવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં તબીબો પણ જોડાયા હતાં. આ પછી સુપ્રિમની તબીબોને ન્યાયની ખાત્રી મળતા અને સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ગઈ સાંજે હડતાલ પાછી ખેંચાઈ છે અને જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે સવારથી ઓપીડી રાબેતા મુજબ શરૂ થઈ છે. તબીબોની હડતાલ પૂર્ણ થતાં દર્દીઓની હાલાકી પણ બંધ થતા તમામે રાહતનો શ્વાસ લીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh