Advertisement
Author: નોબત સમાચાર

હાપાથી અલીયાબાડા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા પ્રૌઢ ચગદાયાઃ પોલીસ દ્વારા તપાસ

ખિસ્સમાંથી સાણંદ-મારવાડની ટિકિટ મળી આવીઃ

જામનગર તા. ૨૨: જામનગરના હાપાથી અલીયાબાડા રેલવે સ્ટેશન વચ્ચે ગઈકાલે બપોરે પસાર થયેલી કોઈ ટ્રેન હેઠળ એક અજાણ્યા પ્રૌઢ ચગદાઈ ગયા છે. તેમના ખિસ્સામાંથી સાણંદથી મારવાડ સુધીની ટિકિટ મળી આવી છે. આ પ્રૌઢ ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે પડી ગયાનું અનુમાન કરાયું છે. જામનગર રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જામનગરના હાપા રેલવે સ્ટેશનથી અલીયાબાડા રેલવે સ્ટેશન વચ્ચે ગઈકાલે બપોરે એકાદ વાગ્યે પસાર થયેલી ટ્રેન હેઠળ એક અજાણ્યા પ્રૌઢ ચગદાઈ ગયા છે. તેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા જામનગર જીઆરપીના પીએસઆઈ પી.વી. ડોડીયાની સૂચનાથી હે.કો. દેવાયતભાઈ ભાટીયા દોડી ગયા હતા.

મૃતકની તલાશી લેવાતા તેમના પહેરેલા કપડામાંથી સાણંદથી રાજસ્થાનના મારવાડ સુધીના પ્રવાસ માટેની રેલવે ટિકિટ સાંપડી છે. અંદાજે પચ્ચાસેક વર્ષના લાગતા મૃતક મધ્યમ બાંધો ધરાવતા હતા. તેમના માથામાં કાળા-સફેદ વાળ છે અને શરીર પર ટૂંકી બાયનું બ્લુ રંગનું ટી-શર્ટ અને તેની નીચે કાળા રંગનું બીજુ ટી-શર્ટ તેમજ ગ્રે કલરનું પેન્ટ ધારણ કરેલુ છે.

ઉપરોક્ત મૃતક સાણંદથી મારવાડ જવા માટે ટિકિટ ખરીદ્યા પછી ભૂલથી જૂદી ટ્રેનમાં બેસી જઈ છેક અલીયાબાડા સુધી આવી ગયા સુધી કોઈ રીતે ચાલુ ટ્રેનમાંથી પડી ગયા પછી ટ્રેનના પૈંડા હેઠળ ચગદાઈ ગયાનું અનુમાન કરવામાં આવી રહ્યંુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ રેલવે પોલીસ સ્ટેશન અથવા જમાદાર દેવાયતભાઈ ૯૦૩૩૩ ૮૧૬૩૬નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh