Advertisement
Author: નોબત સમાચાર

આગામી મહિનાના બીજા સપ્તાહમાં જિલ્લાની તમામ કોર્ટમાં લોકઅદાલત

સમગ્ર દેશમાં યોજાઈ રહી છે નેશનલ લોકઅદાલતઃ

જામનગર તા. રરઃ સમગ્ર દેશની સાથે આગામી તા.૧૪ના દિને જામનગર જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ સ્થિત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ની સૂચના મુજબ આગામી તા.૧૪ સપ્ટેમ્બરના દિને જામનગર જિલ્લાની તમામ અદાલતમાં દેશની સાથે જ નેશનલ લોકઅદાલત યોજવામાં આવનાર છે.

ફોજદારી પરંતુ સમાધાન પાત્ર કેસ, ચેક પરતના કેસ, બેંકના રીકવરી દાવા, એમએસીપીના કેસ, લેબર તકરાર, લગ્ન વિષયક, વીજળી, પાણીના બીલ, જમીન સંપાદન, કૌટુંબિક તકરાર, સર્વિસ મેટરના અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ તેમજ અન્ય સિવિલ કેસ સહિતના કેસ તેમાં રજૂ કરી શકાશે.

લોકઅદાલત અંગે વધુ વિગત મેળવવા જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ફોન-૦૨૮૮-૨૫૫૦૧૦૬નો સંપર્ક કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh