Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળાના જ એક ધંધાર્થી દ્વારા
જામનગર તા. રરઃ જામનગરના લોકમેળામાં ઈમરાનભાઈ મમુદભાઈ નામના ધંધાર્થીનું ટેન્ડર મંજુર થયું છે. આ ધંધાર્થીએ પ્રદર્શન મેદાનમાં યોજાનારા લોકમેળામાં મોટી રકમના ઉઘરાણા કરી ગેરકાયદેસરરીતે કેટલાક રાઈડવાળા તથા ખાણીપીણીવાળાઓને ઘૂસાડી દેવાનો કારસો રચાયો હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
તેમણે મ્યુનિ. કમિશનર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે ચોક્કસ વિભાગના અધિકારીઓએ તેમના મળતિયાઓ સાથે મળી પૈસા કમાઈ લેવાની ગોઠવણ કરી લીધી છે.
આ અધિકારીઓનો ઈમરાનભાઈએ નામજોગ ઉલ્લેખ કરી જણાવ્યું છે કે તેમની આવા ધંધાર્થીઓ સાથે બેઠક થઈ હતી અને તેમાં છઠ્ઠના દિવસથી મેળામાં ગેરકાયદે ઘૂસાડી દેવાના ભાવ નક્કી થયા છે. જે મુજબ એક ચકરડી દીઠ રૂ. પંદર હજાર, નાસ્તાની લારી દીઠ રૂ. ૧ર હજાર, એક પાનની કેબિન માટે રૂ. ૭૦૦૦ દરરોજના નક્કી થયા છે. આમ જ્યાં સુધી મેળા ચાલે ત્યાં સુધી દરરોજના મોટી રકમના ઉઘરાણા કરવાની ગોઠવણ થઈ છે. જે માટેના નાણા પોતાના મળતિયાને આપી દેવાની પણ વ્યવસ્થા થઈ હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે.
આ અધિકારીઓમાં મનપાના એસ્ટેટ વિભાગ, પોલીસ વિભાગ સહિતના લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ તેમણે અધિકારીઓના નામ જોગ કર્યો છે.
લોકમેળામાં લોકોના જાનમાલની સુરક્ષા માટે તંત્ર દ્વારા તકેદારીના કડક પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે મેળામાં જાણી જોઈને ખુલ્લી દર્શાવેલી જગ્યાઓમાં ટેન્ડર ભર્યા વગર મેળામાં નાણા ધરીને ઘૂસી જઈ બિન્દાસપણે ધંધો કરનારાની ચકાસણી, પરફોમન્સ, લાયસન્સ વગેરે અંગે પણ તપાસ કરવાની અને કડક કાયદોસરની કાર્યવાહી કરવા તેમણે માંગણી કરી છે. કારણ કે આવા મંજુરી વગરના ધંધાર્થીઓના કારણે કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
અત્રે ઉલ્લેનિય છે કે, દર વર્ષે ચોક્કસ અધિકારીઓ દ્વારા આવી ગોઠવણ થતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. એક વર્ષે તો ખાલી પ્લોટ દર્શાવેલી જગ્યામાં ચોક્કસ અધિકારીની પચ્ચાસ ટકા ભાગીદારીથી મોતનો કૂવો ઊભો કરી દેવાયો અને લોકમેળામાં ધૂમ કમાણી કરી... કોઈપણ જાતનું ભાડું ભર્યા વગર, કોઈપણ જાતની મંજુરી વગર!
આ વર્ષે મેળાના જ એક ધંધાર્થીએ આ બાબત અંગે તંત્રનું ધ્યાન દોરી કડક પગલાં લેવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial