Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાના મનાઈહુકમની વાદીની અરજી થઈ નામંજૂર

ખીલોસના આસામીની હતી અરજીઃ

જામનગર તા. ૨૨: જામનગરના ખીલોસ ગામમાં આવેલી એક જમીનમાં પાણીની કુંડી રીપેર કરવા માટે અદાલતમાં દાવો કરી વચગાળાના મનાઈહુકમની માગણી કરાઈ હતી. તે માગણી અદાલતે રદ્દ કરી છે.

જામનગર તાલુકાના ખીલોસ ગામના અશોકભાઈ ધનજીભાઈ ખાણધરે તેમની ખેતીની જમીનમાં પિયત માટે પાણીની કુંડી રીપેર કરવા બાબતે છગનભાઈ મોનાભાઈ ખાણધર વગેરે સામે કોર્ટમાં વચગાળાના મનાઈહુકમની અરજી કરી હતી.

તે અરજી ચાલી જતાં અદાલતે વાદીની મનાઈહુકમની અરજી નામંજૂર કરી છે. પ્રતિવાદી તરફથી વકીલ એસ.આર. કણઝારીયા, રૂપલ દવે, પ્રજ્ઞેશ પંડયા, આશિષ કણઝારીયા, રવિ ચોપડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh