Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૪૮ પશુઓને ગાયનેક-સર્જરી-ખસીકરણની સારવારઃ
જામનગર તા. ર૩: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના કાલાવડ દ્વારા રીનારી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રીનારી ગામના પ૧ પશુપાલક લાભાર્થીઓના ૩૪૮ પશુઓને મેડીસીન, ગાયનેક સર્જરી ને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત પશુચિકિત્સા અધિકારી ડો. પ્રકાશ લીંબાસીયા દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે અને આગામી માસમાં યોજાનાર ર૧ મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણીઓ વિરુદ્ધ ક્રુરતા રોકવા અંગેના કાયદા વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમ નાયબ પશુપાલક નિયામક ડો. તેજલ શુકલ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial