Advertisement
Author: નોબત સમાચાર

જન્માષ્ટમી પર્વ નિમિત્તે બેટ-દ્વારકાના મંદિરોમાં દર્શનનો ક્રમ

બેટ-દ્વારકા તા. રરઃ આગામી તા. ર૬-૮-ર૪ ના જન્માષ્ટમી પર્વ નિમિત્તે બેટ-દ્વારકાના મંદિરોમાં શ્રીજીના દર્શનનો ક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ તા. ર૬-૮-ર૪ ના સવારે ૭-૩૦ વાગ્યે મંગલા આરતી, ૮ વાગ્યે મોર આરતી, ૮-૩૦ વાગ્યે ખુલ્લા પદડે પંચામૃત સ્નાન, બપોરે ૧ વાગ્યે મીઠાજળ અને અનુસર, સાંજે ૪-૩૦ વાગ્યે ઉત્થાપન, રાત્રે ૮ વાગ્યે શયન, રાત્રે ૧ર વાગ્યે કૃષ્ણ જન્મ દર્શન, રાત્રે ૧ર-૩૦ વાગ્યે ખુલ્લા પદડે પંચામૃત સ્નાન થશે. જ્યારે તા. ર૭-૮-ર૪ ના પારણાં નોમના દિવસે સવારે પાંચ વાગ્યે પલણાં દર્શન, સવારે  ૯ વાગ્યે મીઠાજળ અને અનુસર (અર્થાત્ તમામ મંદિરો બંધ થશે), સાંજે ૪-૩૦ વાગ્યે ઉત્થાપન અને રાત્રે ૮ વાગ્યે શયનનો ક્રમ થશે. 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh