Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આમરા ગામમાં યુવાન પર હુમલો કરી પગ-મોબાઈલ તોડી નખાયા

ઓખામાં યુવાનને ધોકા ફટકારી કરાયા ફ્રેક્ચરઃ

જામનગર તા. રરઃ જામનગર તાલુકાના આમરા ગામમાં ગઈકાલે બપોરે બેડ ગામના એક યુવાનને બે શખ્સે ધોકાથી ફટકારી પગ અને મોબાઈલ ભાંગી નાખ્યા હતા. જયારે ઓખામાં એક યુવાનના મકાનમાં ઘૂસી ધોકા વડે માર મારી એક શખ્સે બંને પગમાં ફ્રેકચર કરી નાખ્યા હતા.

જામનગર-ખંભાળિયા માર્ગ પર બેડ ગામમાં કોળીપાડામાં રહેતા અશોક રાયસંગભાઈ લાલવાણી નામના પ્રૌઢના પુત્ર પર ગઈકાલે બપોરે જામનગર તાલુકાના આમરા ગામમાં જીતેન્દ્રસિંહ જાડેજા તથા એક અજાણ્યા શખ્સે ધોકા વડે હુમલો કરી માર માર્યાે હતો.

આ શખ્સોએ અશોકભાઈના પુત્રને રોકી લઈ ધોકાથી ફટકા મારતા આ યુવાનનો પગ ભાંગી ગયો છે અને શરીરના અન્ય ભાગોમાં ઈજા થઈ છે. હુમલાખોરોએ આ યુવાનનો મોબાઈલ પણ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા સિક્કા પોલીસ સ્ટેશનમાં અશોકભાઈએ ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં મફતીયાપરા પાસે રહેતા અલ્તાફ મુસાભાઈ ચૌહાણના ઘેર જઈ ગયા મંગળવારે રાત્રે હનીફ ઉઢાભાઈ ડેથા નામના શખ્સે ગાળો ભાંડી ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કરી બંને પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. ઓખા મરીન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh