Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૦૦ લીટર દેશી દારૂ, કાર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા. ૧૧: ખંભાળિયા પંથકમાં દેશી દારૂની કારમાં હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક કાર અને તેમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે. આ ગુન્હામાં અન્ય છ શખ્સની સંડોવણી પણ ખૂલવા પામી છે.
ખંભાળિયાના પોરબંદર માર્ગે સેન્ટ કર્વે સ્કૂલ તરફના રસ્તા પર દેશી દારૂની કારમાં હેરાફેરી થઈ રહી છે. તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને જીજે-૧-એચકે ૫૯૫૦ નંબરની ટોયોટો કોરોલો કારમાંથી રૂ।.૪૦ હજારની કિંમતનો ૨૦૦ લીટર દેશી દારૂ કબજે કરીને આરોપી રામભાઈ ભારમલભાઈ ધારાણી (રહે. ધરારનગર, ખંભાળિયા)ની અટકાયત કરી હતી. પોલીસે રૂ।.૪૦ હજારની કિંમતનો દેશી દારૂ ઉપરાંત રૂ।.૧.૫૦ લાખની કાર, રૂ।.૧૦ હજારની કિંમતનો મોબાઈલ વગેરે મળી કુલ રૂ।.૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. જ્યારે આ ગુન્હામાં રાણાભાઈ બાલાભાઈ કોડીયાતર (રહે. રાણપર, ભાણવડ), રાહુલ ગોપાલભાઈ ધારાણી (રહે. મૂળ લલીયા, હાલ ખંભાળિયા), દેવાભાઈ મસુરા (રહે. ધરારનગર, ખંભાળિયા), જતીન ગોસ્વામી (રહે. મિલન ચાર રસ્તા, ખંભાળિયા), નવલ ઘેલાભાઈ (રહે. ધરારનગર, ખંભાળિયા તેમજ હૈદર (રહે. ચોખંડા)ના નામ પણ ખૂલવા પામ્યા છે. આથી પોલીસ તેને શોધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial