Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જયાનું જણાવી બે શખ્સે લૂંટ ચલાવીઃ
જામનગર તા. ૧૧: જામનગરના જી.જી. હોસ્પિટલ રોડથી અંબર ચોકડી તરફ જવાના રોડ પર ગયા ગુરૂવારે ભરબપોરે બે શખ્સે એક સ્કૂટરચાલકને બાઈકથી આંતરી લઈ અકસ્માત સર્જયો છે તેમ કહી બાઈકમાં નુકસાનીના પૈસા માંગી ઝઘડો કર્યા પછી એક શખ્સે ખિસ્સામાંથી રૂ।.૬ હજારી લૂંટ્યાની ફરિયાદ કરાઈ છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરમાં રહેતા મનોજભાઈ વિનોદચંદ્ર માંડલીયા નામના સોની પ્રૌઢ ગયા ગુરૂવારે બપોરે બેએક વાગ્યે જીજી હોસ્પિટલથી અંબર ચોકડી તરફ જવાના રસ્તા પરથી પોતાના જીજે-૧૦-સીઆર ૩૨૦ નંબરના સ્કૂટરમાં જઈ રહ્યા હતા.
આ વેળાએ એક મોટર સાયકલ પાછળથી આવ્યું હતું તેના ચાલકે હોર્ન વગાડી મનોજભાઈને વાહન ઉભુ રાખવાનો ઈશારો કર્યાે હતો. તેથી મનોજભાઈએ સ્કૂટર ઉભુ રાખતા બાઈક પરથી ઉતરેલા બે અજાણ્યા શખ્સે તે અમારી સાથે અકસ્માત સર્જયો છે જેના કારણે અમારા બાઈકમાં નુકસાન થયું છે તેમ કહી ઝઘડો શરૂ કર્યા પછી પૈસાની માગણી કરી હતી.
આ શખ્સોને મનોજભાઈ એ પૈસા આપવાની ના પાડતા બાઈકમાં પાછળ બેસીને આવેલા શખ્સે તેઓનો શર્ટનો બોચો પકડી લઈ શર્ટના ખિસ્સામાંથી રૂ।.૬ હજાર રોકડાની લૂંટ ચલાવી હતી અને તે પછી બંને શખ્સ બાઈક પર નાસી ગયા હતા. આ બાબતની મનોજભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial