Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાળો ભાંડી સ્કૂટર રોકાવવાના પ્રયત્ન પછી
જામનગર તા. ૧૧: જામનગરના એક યુવાન શનિવારે સવારે કાલાવડના નાગપુરથી ઈલેકટ્રીક સ્કૂટરમાં પરત આવતા હતા ત્યારે મતવા ગામના પાટીયા પાસે એક શખ્સે બાઈક પર આવી ગાળો ભાંડ્યા પછી પાછળથી ઠોકર મારવા ઉપરાંત સ્કૂટરમાં લાત મારી આ યુવાનને પછાડી દેતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયા છે.
જામનગરના લાલપુર બાયપાસ પાસે હાલમાં વસવાટ કરતા મૂળ કાલાવડ તાલુકાના નાગપુર ગામના કૌશિકભાઈ માવજીભાઈ કાનાણી (ઉ.વ.૩૯) નામના યુવાન શનિવારે સવારે દસેક વાગ્યે નાગપુરથી જામનગર આવવા ઈલેકટ્રીક સ્કૂટર પર નીકળ્યા હતા.
તેઓ જ્યારે મતવા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે નાગપુર ગામનો રામજી ઉર્ફે ભૂરાભાઈ ગાંગજીભાઈ સીંગલ નામનો શખ્સ બાઈક પર ધસી આવ્યો હતો. આ શખ્સે ચાલુ વાહને ગાળો ભાંડવા ઉપરાંત સ્કૂટર ઉભુ રાખવાનું કહેતા કૌશિકભાઈએ સ્કૂટર ઉભુ રાખ્યું ન હતું તેથી રામજીભાઈએ ચાલુ વાહને લાત મારી કૌશિકભાઈને સ્કૂટર પરથી પછાડયા હતા.
રોડ પર ફેંકાઈ ગયેલા આ યુવાનને જમણા પગમાં ફ્રેકચર સહિતની ઈજા થઈ છે. સારવારમાં ખસેડાયેલા કૌશિકભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કૌશિકભાઈ કાનાણી કાલાવડના નાગપુરમાં ઉપ સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓને હાલના સરપંચના પિતા એવા રામજીભાઈ ઉર્ફે ભૂરાભાઈ સાથે તકરાર થયા પછી અગાઉ પણ કૌશિકભાઈ પર હુમલાનો પ્રયાસ થયો હતો. તે વેળાએ પોલીસની ૧૧૨ સેવાને ફોન કરી દેવાતા તે વખતે કૌશિકભાઈનો બચાવ થયો હતો પરંંતુ શનિવારે જ્યારે કૌશિકભાઈ નાગપુરથી પરત ફરતા હતા ત્યારે મતવા પાસે હુમલો થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial