Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૪૮ લાખના ચેક પરતના કેસમાં મહિલા આરોપીનો કરાયો છૂટકારો

ફરિયાદી લેણું સાબિત કરવામાં નિષ્ફળઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક મહિલા સામે રૂ।.૪૮ લાખના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલાનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના કૃણાલસિંહ કેશુભા ઝાલા નામના આસામીએ અદાલતમાં નાહેનાબાનુ મુસ્તાકઅલી મેમણ સામે રૂ।.૪૮ લાખના ચેક પરતની ફરિયાદ કોર્ટમાં નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ ગયા છે અને તેઓની આર્થિક સક્ષમતા પણ પુરવાર થઈ શકી નથી તેવી દલીલ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવી હતી તેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કપિલ વશીયર, રવિ સોલંકી, મેહુલ સોંદરવા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh