Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: રોજગાર અને તાલીમ નિયામકની કચેરી, ગાંધીનગર હસ્તકની જામનગર જિલ્લાની તમામ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)માં શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭ માટે વિવિધ વ્યવસાયિક કોર્સોમાં પ્રવેશ મેળવવાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ રહૃાો છે. ત્રીજા તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ જુદા જુદા ટેકનિકલ ટ્રેડમાં બાકી રહેલી જૂજ ખાલી બેઠકો ભરવા માટે સુધારેલા સમયપત્રક મુજબ ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા તારીખ ૦૭ ઓગષ્ટ, ૨૦૨૬ થી ૧૪ ઓગષ્ટ, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, તેમ આઈટીઆઈ જામનગરના આચાર્ય દ્વારા જણાવાયું છે.
ચાલુ શૈક્ષણિક વર્ષે એડમિશન મેળવવા ઇચ્છુક અને નિયત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો અધિકૃત પોર્ટલ ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રામ્ય કે શહેરી વિસ્તારના જે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોય, ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ ન હોય કે યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય, તેમના માટે જામનગર જિલ્લાની તમામ સરકારી આઈટીઆઈમાં વિશેષ 'હેલ્પ સેન્ટર' શરૂ કરવામાં આવ્યા છે. આ હેલ્પ સેન્ટરો પર ઉમેદવારો કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર, સંપૂર્ણપણે વિનામૂલ્યે નિષ્ણાતોની દેખરેખ હેઠળ પોતાનું ઓનલાઈન એડમિશન ફોર્મ ભરાવી શકશે.
આજની ઔદ્યોગિક જરૂરિયાતો મુજબ ટેકનિકલ ક્ષેત્રે કૌશલ્ય વર્ધન કરી આત્મનિર્ભર બનવા તેમજ ઉજ્જવળ રોજગારીની તકો મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. પ્રવેશથી વંચિત રહી ગયેલા લાયક ઉમેદવારોએ તા. ૧૪ ઓગસ્ટ સુધીમાં પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા આચાર્યશ્રી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial