Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંચાયત તલાટીઓની હડતાળના કારણે
ખંભાળિયા તા. ૧૧: ખંભાળિયા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રીઓની લાંબા સમયથી ચાલી રહેલી હડતાળને પગલે ગ્રામ્ય કક્ષાએ વિવિધ વહીવટી તથા મહેસૂલી કામગીરીમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહૃાો હતો. ખાસ કરીને ગામડાઓમાં જરૂરી દાખલા, મહેસૂલી કામગીરી તથા અન્ય વહીવટી કામગીરી માટે અરજદારોને મુશ્કેલી ન પડે અને સરકારી કામગીરી સતત ચાલુ રહે તે હેતુસર વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સંદર્ભે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર કચેરી, ખંભાળિયા દ્વારા કરવામાં આવ્યો છે. આ હુકમમાં પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રીઓની હડતાળને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ઊભી થયેલી કામગીરીની અડચણને ધ્યાને લઈ મહેસૂલી તલાટીઓને વૈકલ્પિક રીતે સંબંધિત ગામોની કામગીરી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
૬૫ ગામની કામગીરી
માટે મહેસૂલી તલાટીઓની ફાળવણી
વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ પંચાયત તલાટીઓની હડતાળના કારણે ગ્રામ્ય કક્ષાની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ ન થાય અને લોકોને જરૂરી સરકારી સેવાઓ તથા મહેસૂલી કામગીરી માટે લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે છે.
હુકમમાં જણાવ્યા મુજબ, હડતાળને કારણે મહેસૂલી કામગીરી, વહીવટી કામગીરી, વિવિધ દાખલાઓ તથા અન્ય જરૂરી કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હોવાથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી બની હતી. આથી સંબંધિત મહેસૂલી તલાટીઓને વધારાની કામગીરી સોંપવામાં આવી છે.
સંબંધિત અધિકારીઓને કામગીરી સુચારૂ રાખવા સૂચના
આ સમગ્ર વ્યવસ્થા અંતર્ગત સંબંધિત અધિકારીઓ તથા મહેસૂલી તલાટીઓને ફાળવવામાં આવેલા ગામોની કામગીરી સંભાળવાની રહેશે. હુકમની નકલ મામલતદાર, ખંભાળિયા તથા તાલુકા વિકાસ અધિકારી, ખંભાળિયાને પણ મોકલવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
આ નિર્ણયથી પંચાયત તલાટીઓની હડતાળ દરમિયાન પણ ગ્રામ્ય વિસ્તારોમાં મહેસૂલી અને જરૂરી વહીવટી કામગીરી ચાલુ રાખવાનો માર્ગ મોકળો થયો છે, જેના કારણે લાંબા સમયથી સરકારી કામગીરી માટે રાહ જોઈ રહેલા ગ્રામજનોને રાહત મળવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ હુકમ પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયા કે કે કરમટા દ્વારા , દ્વારા તા. ૦૭ ઓગસ્ટ, ૨૦૨૬ના કરવામાં આવ્યો છે અને તેમાં ખંભાળિયા તાલુકાના ગામો માટે મહેસૂલી તલાટીઓની વૈકલ્પિક કામગીરીની વિગતવાર ફાળવણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial