Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત વધતા તાપમાન પર લાગી બ્રેક
જામનગર તા. ૧૧: જામનગરાં સતત વધતા તાપમાન પર બ્રેક લાગી ગઈ છે. છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ર.૮ ડિગ્રી સુધી ગગડીને ૩૦.૭ ડીગ્રીએ પહોંચી ગયો હતો. મેઘાવી માહોલના પગલે ભેજનું પ્રમાણ ૬% વધીને ૮૭%એ પહોંચી ગયું હતું.
જામનગરમાં વરસાદી ઝાપટા બંધ થયા પછી છેલ્લા આઠેક દિવસથી તાપમાનમાં ધીમેધીમે વધારો થઈ રહ્યો હતો. પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં તેના પર બ્રેક લાગી ગઈ છે. ગઈકાલે શહેરમાં પલટાયેલા વાતાવરણ પછી હળવું વરસાદી ઝાપટું પડતા શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો ર.૮ ડીગ્રી સુધી નીચે શરકીને ૩૦.૭ ડીગ્રીએ પહોંચી ગયો હતો અને નહીંવત ઘટીને લઘુત્તમ તાપમાન ર૬.૯ ડીગ્રી નોંધાયું હતુંં. મેઘાવી માહોલના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬% વધીને ૮૭% રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial