Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર અંગે અલગ અલગ ચાર સ્થળોએ દરોડાઃ ગંજીપાના કૂટતા બાવીસ ઝડપા

રૂ।.૧ લાખ ૧૯ હજારની રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરાયોઃ

                                                                                                                                                                                                      

યાજામનગર તા. ૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, ગઢેચી, સુરજકરાડી અને સલાયામાં કુલ ચાર સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડ્યા હતા અને ૧૪ પુરૂષ તથા આઠ મહિલાને ઝડપી પાડ્યા હતા.

ભાણવડ તાલુકાના મોડપર ગામમાં ગત સાંજે જુગારની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા મનિષાબેન ભાવેશભાઈ ગોદડીયા, મંજુબેન કમલેશભાઈ ગોદડીયા, વીલીબેન કારાભાઈ ગોજીયા, શાંતિબેન નાનજીભાઈ પરમાર અને જુબીબેન આદમભાઈને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ।.૧૦,૨૩૦ની રોકડ રકમ કબજે કરી છે.

દ્વારકા તાલુકાના ગઢેચી ગામમાં એક મકાનમાં પોલીસે જુગારની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને એક મહિલા સહિત દસને ઝડપી લીધા હતા.

દ્વારકા તાલુકાના ગઢેચી ગામમાં રહેતા ગાંગાભા ભૂપતભા સુમણીયાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પરમદિવસે મોડીરાત્રે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા ગાંગાભા સુમણીયા ઉપરાંત બહાદુરભા બબાભા નાયાણી, અનવરભાઈ કાદરભાઈ બેતારા, અસ્પારભાઈ હીરાભાઈ સુમણીયા, રામશી માણેકભા નાયાણી, જુનુસભાઈ ગભાભાઈ બેતારા, પોલાભા ડોસાભા માણેક, મિલાપભાઈ રોહિતભાઈ ચંદારાણા, હીરેનભાઈ જયસુખભાઈ રાઠોડ, ગીતાબેન ભાવસંગભા માણેકને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ।.૯૧૬૭૦ની રોકડ રકમ ઉપરાંત ત્રણ મોટરસાયકલ, સાત નંગ મોબાઈલ મળીને રૂ।.૩,૧૬,૬૭૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે ગઈકાલે બપોરે દરોડો પાડ્યો હતો અને ગંજીપાનાથી જુગાર રમતા દીપાલીબેન મશરીભાઈ મકવાણા, નિશાબેન મશરીભાઈ મકવાણા, બાલુભાઈ રણછોડભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ રામભાઈ સાગઠીયાને ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ।.૧૩૩૫૦ની રોકડ કબજે કરી હતી.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં ઈદગાહ પાછળના વિસ્તારમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા હમીદભાઈ હારૂનભાઈ ભાયા, અમીનભાઈ ઉર્ફે જાયલી અબ્બાસભાઈ સુંભણીયા અને સાલેમામદભાઈ જુસબભાઈ ચબાને રૂ।.૩૭૩૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh