Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ૭.૪ નો ભૂકંપ થયા પછી તબાહી
નવી દિલ્હી તા. ૧૧: દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા ૭.૪ ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૧૩ર પર પહોંચી ગયો છે, જ્યારે પ૭૦ થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે. કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં 'રાષ્ટ્રીય આપત્તિ' જાહેર કરી દીધી હતી.
કોલંબિયાના પ્રમુખ એબલર્ડ ડે એસ્પ્રીયેલએ બોગોટથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં ૧,પ૭પ મકાનોને ભારે નુક્સાન પહોંચ્યું છે. આ ઉપરાંત દેશના ૬ એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુક્સાન થતા તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.
કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે ૭-૩૪ વાગ્યે આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મર નજીક જમીનમાં ૯૬ કિ.મી.ની ઊંડાઈએ નોંધાયું હતું.
સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુક્સાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial